કલકત્તા: પશ્વિમ બંગાળમાં 3 વિધાનસભા સીટો પર (West Bengal By Poll 2021) યોજાવવાની છે. તેના માટે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભવાનીપુર સીટ પર પોતે મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ચૂંટણી લડશે. જંગીપુરથી જાકિર હુસૈન તો સમસેરગંજથી અમિરૂલ ઇસ્લામના નામ નક્કી કરવામાં આવ્યા છે. મતદાન 30 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
16 સપ્ટેમ્બરથી પહેલાં નામ પરત
પશ્વિમ બંગાળમાં 3 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી માટે ચૂંટણી કમિશન દ્વારા નક્કી કાર્યક્રમ હેઠળ 13, સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ હશે અને તો બીજી તરફ ઉમેદવારો 16 સપ્ટેમ્બર પહેલાં પોતાનું નામ પરત લઇ શકે છે. ચૂંટણી કમિશન દ્વારા આ વખતે કોરોનાથી બચવા માટે સાવધાનીના ભાગરૂપે એકદમ કડક માપદંડ બનાવવામાં આવ્યા છે.
By election: મમતા બેનર્જી આ સીટ પરથી લડી શકે છે ચૂંટણી, જાણો ધારાસભ્ય બનવું કેમ જરૂરી
મમતા માટે મહત્વપૂર્ણ ચૂંટણી
તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જી (Mamata Banerjee) ને મુખ્યમંત્રી પદ પર બની રહેવા માટે વિધાનસભાની ચૂંટણી જીતવું જરૂરી છે. ચૂંટણી કમિશનના નિયમ અનુસાર કોઇપણ મુખ્યમંત્રીને 6 મહિનાની અંદર વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય હોવું અનિવાર્ય છે. તે દ્વષ્ટિએ મમતા માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે