કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે અખિલ ભારતીય ઉપાધ્યક્ષ અને વિધાસભ્ય મુકુલ રોય એકવાર ફરી ઘર વાપસી કરતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સામેલ થઈ ગયા. ઘર વાપસી બાદ મુકુલ રોયે કેન્દ્રીય સુરક્ષા પરત લેવા માટે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે.
ટીએમસી છોડી ભાજપમાં આવેલા મુકુલ રોયને કેન્દ્ર સરકારે વાઇ પ્લસ સિક્યોરિટી આપી હતી. બંગાળ ચૂંટણી પહેલા તેમની સુરક્ષા વધારતા ઝેડ શ્રેણીમાં અપગ્રેડ કરી દેવામાં આવી હતી.
ગૃહ મંત્રાલયે નથી આપ્યો જવાબ
મુકુલ રોયે હવે ભાજપ છોડી ટીએમસીમાં વાપસી કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે તેમણે ગૃહ મંત્રાલયને પત્ર લખી કહ્યુ કે, તેમને જે ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે તે પરત લઈ લેવામાં આવે. પરંતુ ગૃહ મંત્રાલયે હજુ તેમના પત્રનો કોઈ જવાબ આપ્યો નથી.
આ પણ વાંચોઃ જમ્મૂ-કાશ્મીરના સોપારમાં CRPF અને પોલીસ પર આતંકવાદી હુમલો, બે જવાનો શહીદ
24 કલાક બંગાળ પોલીસની રહેશે સુરક્ષા
તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને બંગાળ પોલીસના જવાનોની સુરક્ષા આપી દીધી છે. પોલીસના જવાન તેમની સાથે હવે 24 કલાક સુરક્ષામાં રહેશે. કહેવામાં આવી રહ્યુ છે કે ટીએમસીમાં આવ્યા બાદ તેમને મમતા સરકાર મંત્રીમંડળમાં સામેલ કરી શકે છે.
રોયને પાર્ટીમાં સામેલ કરવા દરમિયાન તૃણમૂલ ભાવનમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે હજુ અન્ય લોકો ભાજપમાંથી નિકળી ટીએમસીમાં સામેલ થશે. રોય અને તેમના પુત્રની ટીએમસીમાં વાપસી પર તૃણમૂલના મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીએ તેમનું સ્વાગત કર્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે