Home> India
Advertisement
Prev
Next

Love Jihad: પ્રેમ એક અંગત બાબત, લવ અને જેહાદ સાથે-સાથે ન ચાલી શકેઃ નુસરત જહાં

નુસરતે કહ્યુ કે, આ પ્રકારના મુદ્દા ઉઠાવી લોકોની અંગત પસંદ પર હુમલો ન કરી શકાય. ભારતમાં કોઈ આ પ્રકારનો હુકમ ન ચલાવી શકે. ઉલ્લેખનીય છે કે લવ જેહાદને લઈને છેલ્લા કેટલાક દિવસથી ખુબ નિવેદનબાજી થઈ રહી છે. 
 

Love Jihad: પ્રેમ એક અંગત બાબત, લવ અને જેહાદ સાથે-સાથે ન ચાલી શકેઃ નુસરત જહાં

કોલકત્તાઃ  Love Jihad: તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ નુસરત જહાંએ સોમવારે કહ્યું કે, પ્રેમ એક અંગત મામલો હોય છે અને લવ તથા જેહાદ સાથે-સાથે ન ચાલી શકે. તેમના પ્રમાણે, આપણે કોઈને ધર્મ-જાતિના આધાર પર વિભાજીત ન કરી શકીએ. તેવામાં લોકોએ આવા મુદ્દાથી બચવુ જોઈએ અને ધર્મને કોઈનો ભાગ બનાવવો જોઈએ નહીં. આ તકે નુસરતે કહ્યુ કે, આ પ્રકારના મુદ્દા ઉઠાવી લોકોની અંગત પસંદ પર હુમલો ન કરી શકાય. ભારતમાં કોઈ આ પ્રકારનો હુકમ ન ચલાવી શકે. ઉલ્લેખનીય છે કે લવ જેહાદને લઈને છેલ્લા કેટલાક દિવસથી ખુબ નિવેદનબાજી થઈ રહી છે. ઘણા ભાજપ શાસિત રાજ્યો તેને લઈને કાયદો બનાવી રહ્યાં છે. 

fallbacks

ટીએમસી સાંસદ નુસરત જહાંએ આ દરમિયાન કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે, પીએમ મોદીએ દર વર્ષે બે કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું. આ હિસાબે અત્યાર સુધી 12 કરોડ નોકરી મળી જવી જોઈએ, પરંતુ અમને અત્યાર સુધી 12 લાખ નોકરી દેખાતી નથી. રાજ્યપાલ તરફથી સતત થઈ રહેલા નિવેદન પર નુસરતે કહ્યું કે, રાજ્ય સરકાર ચૂંટાયને આવી છે, જ્યારે રાજ્યપાલની નિમણૂંક કરવામાં આવી છે. તેવામાં તેમની પાસે સરકાર વિરુદ્ધ એક્શન લેવાના અધિકાર નથી. રાજભવન માત્ર ભાજપ પ્રવક્તાની ઓફિસ બની ગયું છે. 

નુસરત જહાંએ કહ્યું કે, અમે અમારા કાર્યકાળમાં યુવાઓને નોકરી આપવાનું કામ કર્યું અને તેના માટે અવસર ઉભા કર્યા. તેમના પ્રમાણે, રાજ્યમાં યુનિવર્સિટીની સંખ્યાને વધારવામાં આવી છે. સાથે સ્પોર્ટસ યુનિવર્સિટીને પણ જોડવામાં આવી છે. રાજ્ય સરકારના કાર્યકાળમાં આગામી ત્રણ વર્ષમાં 35 લાખથી વધુ નોકરીઓ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં મે 2021ની આસપાસ ચૂંટણી છે. ભાજપ તરફથી સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More