કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)ને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં જીત માટે પૂરેપૂરી તાકાત લગાડી દીધી છે. ત્યારે ટીએમસી (TMC) પણ સતત વળતા પ્રહાર કરી રહી છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) એ આજે ઈલેક્ટ્રિક સ્કૂટી ની સવારી કરી અને સચિવાલય પહોંચ્યા. આ રીતે તેમણે પેટ્રોલ ડીઝલના વધતા ભાવવધારાનો વિરોધ વ્યક્ત કર્યો.
મમતાના મંત્રી ચલાવી રહ્યા હતા સ્કૂટી
મમતા બેનરજી (Mamata Banerjee) સ્કૂટીની પાછળ બેઠા હતા જ્યારે પશ્ચિમ બંગાળના શહેરી વિકાસ મામલાના મંત્રી ફિરહાદ હકીમ (Firhad Hakim) સ્કૂટી ચલાવી રહ્યા હતા. મમતા બેનરજીના આ પ્રદર્શનમાં તેમની સાથે બાઈક્સનો એક જથ્થો પણ હતો અને આ કાફલામાં લગભગ 15 અન્ય લોકો પણ ઈલેક્ટ્રિક ગાડીઓ સાથે સામેલ હતા. મમતા બેનરજીએ કોલકાતામાં હાજરાથી નબન્ના (Nabanna) સુધી ઈલેક્ટ્રિક સ્કૂટીથી મુસાફરી કરી.
મમતા સરકારે ઘટાડ્યા હતા ભાવ
મમતા બેનરજી સરકાર પેટ્રોલના ભાવમાં વધારાનો સતત વિરોધ કરી રહી છે. હાલમાં જ લોકોને રાહત આપવા માટે પશ્ચિમ બંગાળ સરકારે પેટ્રોલના ભાવમાં એક રૂપિયા પ્રતિ લીટરના ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી. અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે પેટ્રોલનો ભાવ 91.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 84.20 રૂપિયા પ્રતિ લીટર છે.
મમતાએ ભાજપ પર સાધ્યું નિશાન
ટીએમસીના પ્રમુખ મમતા બેનરજીએ પેટ્રોલ ડીઝળના વધતા ભાવ અંગે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ચૂંટણીના થોડા દિવસ પહેલા જ ભાવમાં ઘટાડો કરશે. તેમણે કહ્યું હતું કે "તેઓ (ભાજપ) દરરોજ રાંધણ ગેસ અને ડીઝલના ભાવ વધારી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકાર ફક્ત થોડા દિવસ માટે ભાવ ઓછા કરશે જ્યારે ચૂંટણી નજીક આવશે."
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે