Home> India
Advertisement
Prev
Next

#YogaDay2019: આખી દુનિયા કરી રહી છે યોગ, PM મોદીએ રાંચીમાં કર્યો યોગાભ્યાસ

ભારત સહિત વિશ્વના અનેક ભાગોમાં આજે યોગ દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સવાર સવારમાં યોગગુરુ બાબા રામદેવે મહારાષ્ટ્રના નાંદેડમાં યોગ કર્યાં.

#YogaDay2019:  આખી દુનિયા કરી રહી છે યોગ, PM મોદીએ રાંચીમાં કર્યો યોગાભ્યાસ

નવી દિલ્હી: ભારત સહિત વિશ્વના અનેક ભાગોમાં આજે યોગ દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સવાર સવારમાં યોગગુરુ બાબા રામદેવે મહારાષ્ટ્રના નાંદેડમાં યોગ કર્યાં. તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ છે. ભારતના પ્રયાસો થકી જ વિશ્વમાં યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. આજના દિવસે સમગ્ર દેશમાં સરકારી આયોજનોથી માંટીને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ, પોલીસ, ભારતીય સેનાની ત્રણેય પાંખ સહિત સમગ્ર દેશ યોગમય બની જાય છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી માંડીને મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ આયોજનનો ભાગ બનતી હોય છે. દેશના ઐતિહાસિક સ્થળોએ પણ સામુહિક યોગનું વિશેષ આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાંચીમાં તો ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના રોહતકમાં યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તમામ કેન્દ્રીય મંત્રીઓ પણ વિવિધ સ્થળે આયોજિત યોગ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ વર્ષની યોગની થીમ પર્યાવરણને ધ્યાનમાં રાખીને 'ક્લાઈમેટ એક્શન' રાખવામાં આવી છે. ભારતમાં યોગ દિવસ 'યોગા ફોર હાર્ટ'ના સ્લોગન સાથે ઉજવવામાં આવનારો છે. 

fallbacks

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે રોહતકમાં યોગ અભ્યાસ કર્યો. 

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદ પરિસરમાં યોગ અભ્યાસ કર્યો. 

પીએમ મોદી રાંચી પહોંચ્યાં

પાંચમા યોગ દિવસના અવસરે પીએમ મોદી રાંચી પહોંચ્યા. તેમણે ત્યાં હાજર લોકોને સંબોધતા કર્યું. વડાપ્રધાને સમગ્ર દેશ અને દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે ઝારખંડમાં યોગ દિવસ માટે આવવું એ ખુબ સુખદ અનુભવ છે. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ યોગ કરે છે તે ભારત માટે ગર્વની વાત છે. યોગ બધા માટે છે અને બધા યોગ માટે છે. વડાપ્રધાને કહ્યું કે યોગને આદિવાસીના જીવનનો ભાગ બનાવવાનો લક્ષ્ય છે. 

તેમણે કહ્યું કે આજે બદલતા સમયમાં ઈલનેસથી બચવાની સાથે સાથે વેલનેસ ઉપર પણ ફોકસ હોવું જરૂરી છે. આ શક્તિ આપણને યોગથી મળે છે. આ ભાવના યોગની છે. પૂરાતન ભારતીય દર્શનની છે. આપણે જ્યારે અડધો કલાક મેટ કે જમીન પર હોઈએ ત્યારે જ યોગ નથી હોતા. યોગ એક અનુશાસન છે, સમર્પણ છે અને તેનું પાલન આખું જીનવન કરવાનું હોય છે. યોગ આયુ, રંગ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીરી-ગરીબી, પ્રાંત,સરહદના ભેદથી ઉપર છે. યોગ બધા માટે છે અને બધા યોગ માટે છે. 

રામદેવ અને દેવેન્દ્ર ફડણવીસે નાંદેડમાં કર્યાં યોગ
સવાર સવારમાં યોગગુરુ બાબા રામદેવે મહારાષ્ટ્રના નાંદેડમાં યોગ કર્યાં. તેમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ છે. 

પીએમ મોદી રાંચીમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્રમાં પ્રયાસો થકી જ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. વર્ષ 2015થી વડાપ્રધાન મોદી યોગ દિવસ નિમિત્તે દર વર્ષે જુદા-જુદા શહેરોમાં હાજરી આપે છે. આ વર્ષે વડાપ્રધાન મોદી ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત સામુહિક યોગ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. રાંચીના પ્રભાત તારા ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 40,000થી વધુ લોકો હાજરી આપે તેવી સંભાવના છે. પીએમ મોદી આ અગાઉ આંતરરાષ્ટ્રી યોગ દિવસ નિમિત્તે આયોજિત યોગના કાર્યક્રમોમાં રાજધાની દિલ્હી, દહેરાદૂન, ચંડીગઢ અને લખનઉમાં ભાગ લઈ ચૂક્યા છે. 

જુઓ LIVE TV

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત 
21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના અનેક દેશોના વિવિધ શહેરોમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીમાં રાજપથ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહ્યા હતા. તેમની સાથે જ જુદા-જુદા 84 દેશના પ્રતિનિધિ સહિત કુલ મળીને 35,985 લોકોએ 32 મિનિટ સુધી વિવિધ યોગાસન કર્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. 

21 જુન, 2015ના રોજ સમગ્ર વિશ્વમાં અંદાજે 200 મિલિયન લોકોએ જુદા-જુદા સ્થળોએ યોગાસનો કર્યો હતા. અમેરિકામાં જ 20 મિલિયન લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સાથે જ સમગ્ર વિસ્વના લોકોમાં યોગ પ્રત્યે એક નવો ઉત્સાહ જાગ્યો હતો અને તેઓ યોગાસનની મદદથી શરીરને તંદુરસ્ત રાખવા આગળ આવ્યા હતા. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More