Home> India
Advertisement
Prev
Next

Toolkit Case : ટૂલકિટ કેસમાં આરોપી શાંતનુએ બોમ્બે HCની ઔરંગાબાદ બેંચમાં માંગ્યા આગોતરા જામીન

ટૂલકિટ મામલામાં દિશા રવિની ધરપકડ બાદ દિલ્હી પોલીસ નિકિતા જૈકબ અને શાંતનુને શોધી રહી છે. આ વચ્ચે શાંતનુએ પોલીસની ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માટે અરજી કરી છે. 

Toolkit Case : ટૂલકિટ કેસમાં આરોપી શાંતનુએ બોમ્બે HCની ઔરંગાબાદ બેંચમાં માંગ્યા આગોતરા જામીન

મુંબઈઃ ટૂલકિટ મામલામાં દિશા રવિની ધરપકડ બાદ દિલ્હી પોલીસ હવે નિકિતા જૈકબ (Nikita Jacob) અને શાંતનુ (Shantanu) ને શોધી રહી છે. આ વચ્ચે મામલામાં આરોપી શાંતનુએ બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) ઔરંગાબાદ બેંચમાં અરજી દાખલ કરી આગોતરા જામીન માંગ્યા છે. શાંતનુના વકીલ સતીજ જાધવે જણાવ્યુ કે, આગોરતા જામીન પર કાલ એટલે કે મંગળવારે સુનાવણી થશે. 

fallbacks

હકીકતમાં દિલ્હીની એક કોર્ટમાં નિકિતા જૈકબ અને શાંતનુ બન્ને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેના આધાર પર કોર્ટે આ બન્ને વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે. ટૂલકિટ કેસ (Toolkit Case) માં બેંગલુરૂની પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ થઈ ચુકી છે અને કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપી છે. 

શું છે ટૂલકિટ?
ટૂલકિટ એક દસ્તાવેજ છે. કોઈ મુદ્દાની જાણકારી આપવા માટે અને તેની સાથે જોડાયેલા પગલા ભરવા માટે તેમાં વિસ્તૃત સૂચન હોય છે. સામાન્ય રીતે કોઈ મોટા અભિયાન કે આંદોલન દરમિયાન તેમાં ભાગ લેનારા વોલેન્યિટરોને તેમાં દિશા-નિર્દેશ આપવામાં આવે છે. 

તેનો ઇરાદો ખાસ વર્ગ કે ટાર્ગેટ ઓડિયન્સને જમીન પર કામ કરવા માટે દિશા દેખાડવાનો હોય છે. જે લોકો કોઈ મુદ્દા વિશે જાણવા ઈચ્છે છે કે તેનો ભાગ બનવા ઈચ્છે છે, તેને ટૂલકિટથી મદદ આપવામાં આવે છે. તેમાં ઓનલાઇન કે ઓફલાઇન કોઈ અભિયાન સાથે જોડાયેલા પગલાની સાથે અને એક દિશામાં ઉઠાવવામાં મદદ મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More