Home> India
Advertisement
Prev
Next

Facebook ઈન્ડિયાના Policy Director ને મળી મારી નાખવાની ધમકી, અભદ્ર કમેન્ટ્સ પણ થઈ રહી છે

સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક (Facebook) ની ઈન્ડિયા અને એશિયાના પોલીસી ડાઈરેક્ટર (Policy Director) ને મારી નાખવાની ધમકી મળી રહી છે. પીડિતે દિલ્હી પોલીસ (Delhi Police) ની સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. 

Facebook ઈન્ડિયાના Policy Director ને મળી મારી નાખવાની ધમકી, અભદ્ર કમેન્ટ્સ પણ થઈ રહી છે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક (Facebook) ની ઈન્ડિયા અને એશિયાના પોલીસી ડાઈરેક્ટર (Policy Director) ને મારી નાખવાની ધમકી મળી રહી છે. પીડિતે દિલ્હી પોલીસ (Delhi Police) ની સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. 

fallbacks

ફેસબુક ઈન્ડિયા અને એશિયાના પોલીસી ડાઈરેક્ટર આંખી દાસ(Ankhi Das, Director, Public Policy, India, South & Central Asia)એ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને ફેસબુક અને ટ્વિટર પર ધમકી મળી રહી છે. આ સાથે જ ફોન ઉપર પણ મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આંખી દાસે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે 14 ઓગસ્ટ બાદથી તેમને ધમકીઓ મળી રહી છે. તેમણે પોતાની ફરિયાદમાં 5-6 લોકોના નામ પણ નોંધાવ્યાં છે. ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. 

કોંગ્રેસનો આરોપ-ફેસબુક પર BJPનો કંટ્રોલ, રવિશંકર પ્રસાદનો વળતો જવાબ ' ડેટાને હથિયાર બનાવતા રંગે હાથ...'

વાત જાણે એમ છે કે 14 ઓગસ્ટના રોજ અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે એક રિપોર્ટ છાપ્યો હતો જેમાં ફેસબુક પર આરોપ લગાવ્યો હતો કે તે હિન્દુસ્તાનમાં પોતાના કામકાજને સારી રીતે કરવા માટે અને કોઈ પણ સમસ્યા વગર કામ કરવા માટે ભાજપના નેતાઓના સમર્થનથી કામ કરે છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ ફેસબુક ભાજપના નેતાઓની હેટ સ્પીચ અને હિંસા માટે ઉશ્કેરતા નિવેદનોને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવતી નથી. ફેસબુક પોતાના હિતો સાધવા માટે આમ કરે છે. 

BJP નેતાઓની 'હેટ સ્પીચ' ઈગ્નોર કરવાના આરોપો પર Facebook એ આપી પ્રતિક્રિયા

અખબારના આર્ટિકલને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પણ શેર કર્યો. રાહુલ ગાંધીએ ભાજપ (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આરોપ લગાવ્યો કે તેઓ ભારતમાં ફેસબુક અને વોટ્સએપ (Whatsapp) ને પોતાની રીતે ચલાવે છે અને પોતાના એજન્ડા સાધી રહ્યાં છે. 

જો કે ફેસબુકના પ્રવક્તાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે ફેસબુક પોતાના નિયમો મુજબ હેટ સ્પીચ જેવા મટિરિયલવાળી પોસ્ટને કોઈ પણ રાજકીય દબાણ કે ભેદભાવ વગર તરત હટાવી દે છે. સમગ્ર દુનિયામાં ફેસબુકની આ જ પોલીસી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More