Home> India
Advertisement
Prev
Next

Tral Encounter: સુરક્ષાદળોને મળી સફળતા, ત્રાલ એનકાઉન્ટરમાં જૈશનો ટોપ કમાન્ડર શામ સોફી ઠાર

Tral Encounter: આઈજીપી કશ્મીર વિજય કુમારે કહ્યુ કે ત્રાલ એનકાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો ટોપ કમાન્ડર સોફી માર્યો ગયો છે. 
 

Tral Encounter: સુરક્ષાદળોને મળી સફળતા, ત્રાલ એનકાઉન્ટરમાં જૈશનો ટોપ કમાન્ડર શામ સોફી ઠાર

શ્રીનગરઃ Tral Encounter: જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં એનકાઉન્ટરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર શામ સોફીને ઢેર કરી દેવામાં આવ્યો છે. આઈજીપી કશ્મીર વિજય કુમારે આ વાતની જાણકારી આપી છે. આ પહેલા પોલીસે જણાવ્યું હતું કે અવંતીપોરાના ત્રાલ વિસ્તારના તિલવાની મોહલ્લામાં અથડામણ શરૂ થઈ છે. પોલીસ અને સુરક્ષાદળોનું ઓપરેશન જારી છે. 

fallbacks

પાછલા દિવસોમાં સુરક્ષાદળોએ પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. શોપિયાંમાં સોમવારે અને મંગળવારે સુરક્ષાદળોએ ઓપરેશનમાં પાંચ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. શોપિયાં જિલ્લાના તુલરાન અને ફેરીપોરા વિસ્તારમાં થયેલા આ ઓપરેશનમાં સીઆરપીએફની 178 બટાલિયન, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાન સામેલ રહ્યા હતા. 

શોપિયાંમાં એક અથડામણ તુલરાન વિસ્તારમાં થઈ, જેમાં લશ્કરવાળા ટીઆરએફ સંગઠને ત્રણ આતંકીઓને ઠાર કર્યા. અહીં એક આતંકીની ઓળખ મુખ્તાર શાહ તરીકે થઈ, જે ગાંદરબલનો રહેવાસી હતો અને શ્રીનગરમાં વીરેન્દ્ર પાસવાનની હત્યામાં સામેલ હતો. હુમલા બાદ આતંકી ભાગીને શોપિયાં આવ્યો હતો. આ સિવાય બીજુ એનકાઉન્ટર શોપિયાંના ફેરીપોરા વિસ્તારમાં થયું, જ્યાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More