Home> India
Advertisement
Prev
Next

Jammu and Kashmir: આર્ટિકલ 370 હટ્યા બાદ કાશ્મીરમાં કેટલા આતંકી હુમલા થયા સરકારે આપ્યો જવાબ

Rajya Sabha: ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યુ કે, જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટ્યા બાદ કુલ 439 આતંકી માર્યા ગયા છે.
 

Jammu and Kashmir: આર્ટિકલ 370 હટ્યા બાદ કાશ્મીરમાં કેટલા આતંકી હુમલા થયા સરકારે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ Article 370 in Jammu Kashmir: આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને લઈને રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે તે પણ પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી કેટલા સુરક્ષાકર્મી આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયા છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેનો જવાબ આપ્યો હતો. 

fallbacks

આર્ટિકલ 370 હટ્યા બાદ 541 આતંકી ઘટનાઓ
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યુ કે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટ્યા બાદ કુલ 439 આતંકીઓ માર્યા ગયા છે. સાથે આ ઘટનાઓમાં નાગરિકો અને સુરક્ષાદળોના પણ મૃત્યુ થયા છે. આ દરમિયાન 98 નાગરિક અને 109 સુરક્ષાકર્મી પણ શહીદ થયા છે. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ 541 આતંકવાદી ઘટનાઓ થઈ છે. 

આ પણ વાંચોઃ UP Election: સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ સીટ બદલી, ડેપ્યુટી CM સામે લડશે પલ્લવી પટેલ

આતંકી સંગઠનોને લઈને આપી જાણકારી
આ પહેલાં રાજ્યસભામાં આતંકી સંગઠનો અને તે લોકોની જાણકારી આપવામાં આવી હતી, જેને ભારતમાં આતંકી તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે, ભારતમાં કુલ 42 સંગઠનો એવા છે, જેને આતંકી સંગઠન તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. તો 31 એવા લોકો છે, જેને યૂએપીએ હેઠળ આતંકવાદી તરીકે ચિન્હિત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More