Home> India
Advertisement
Prev
Next

Maharashtra માં 55 હજારથી વધુ કેસ, એક-બે દિવસમાં થઈ શકે છે લૉકડાઉનની જાહેરાત

શનિવારે થયેલી સર્વદળીય બેઠકથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સરકાર સંપૂર્ણ લૉકડાઉન પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. પરંતુ બેઠકમાં લૉકડાઉન પર સામાન્ય સહમતી બની નહીં. ફડણવીસે તેનો વિરોધ કર્યો હતો.

Maharashtra માં 55 હજારથી વધુ કેસ, એક-બે દિવસમાં થઈ શકે છે લૉકડાઉનની જાહેરાત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના મહામારીએ તાંડવ મચાવ્યું છે. શનિવારે વીકેન્ડ લૉકડાઉનનો પ્રથમ દિવસ હતો પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સંપૂર્ણ લૉકડાઉના વિકલ્પ પર વિચાર કરી રહ્યાં છે. પરંતુ આ નિર્ણય એટલો સરળ નથી. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ લૉકડાઉન જેવા નિર્ણય વિરુદ્ધ સરકારને ચેતવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, અહીં કુવો ત્યાં ખાઈ જેવી સ્થિતિ છે. પરંતુ આકરા નિર્ણય કરવા પડશે. થોડી તકલીફ ભોગવવી પડશે. તેમણે કહ્યું કે, છૂટ અને આકરા નિયમો એક સાથે મુશ્કેલ છે. 2 દિવસમાં જાહેરાત કરવામાં આવશે. રવિવારે રાજ્યમાં કોવિડ ટાસ્ક ફોર્સની આપાતકાલિન બેઠક બોલાવવામાં આવી છે. 

fallbacks

શનિવારે થયેલી સર્વદળીય બેઠકથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સરકાર સંપૂર્ણ લૉકડાઉન પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. પરંતુ બેઠકમાં લૉકડાઉન પર સામાન્ય સહમતી બની નહીં. ફડણવીસે તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન સંભવિત લૉકડાઉનને લઈને અલગ-અલગ ફોર્મ્યુલા સામે આવી. કોઈએ સાત દિવસના લૉકડાઉનની ભલામણ કરી તો કોઈએ 14 દિવસની. સરકારની સામે ખરેખર આગળ ખાઈ પાછળ કુવા જેવી સ્થિતિ છે. લૉકડાઉન નહીં લાગે તો મહામારી વિકરાળ રૂપ ધારણ કરી લેશે અને લગાવવામાં આવ્યું તો ધંધા-રોજગાર પર સંકટ આવશે. ગરીબો માટે મુશ્કેલી ઉભી થશે. 

આ પણ વાંચોઃ Corona Vaccination ની રેસમાં અમેરિકા-ચીન કરતા આગળ નિકળ્યું ભારત, 85 દિવસમાં પાર કર્યો આ આંકડો

મહારાષ્ટ્રમાં આજે 55 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55411 નવા કેસ સામે આવ્યા છે, 53005 દર્દીઓ સાજા થયા છે અને 309 મૃત્યુ થયા છે. પ્રદેશમાં કુલ કેસની સંખ્યા 33,43,951 થઈ ગઈ છે. અત્યાર સુધી 27,48,153 લોકો સાજા થયા છે. કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધી  57,638 લોકોના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 5,36,682 છે. 

બેઠકમાં શું બોલ્યા ઠાકરે
એકવાર ફરી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ (Corona virus in maharashtra) ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ સમસ્યા પર કાબૂ મેળવવા માટે શનિવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સર્વદળીય નેતાઓની બેઠક યોજાઈ હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ રહેલી બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક લોકો હાજર છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યુ કે, મહારાષ્ટ્રની સ્થિતિ સારી નથી. અહીં ફરી લૉકડાઉન લગાવવા સિવાય કોઈ વિકલ્પ નજર આવી રહ્યો નથી. 15થી 20 એપ્રિલ વચ્ચે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, લૉકડાઉન લગાવવાનો સમય નજીક આવી ગયો છે. 

આ પણ વાંચોઃ Coronavirus: દિલ્હીમાં ફરી 8 હજાર જેટલા નવા કેસ, 39 લોકોના મૃત્યુ  

નેતાઓ સાથે બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, કોરોનાની ચેન તોડવી જરૂરી છે. રસી લગાવ્યા બાદ પણ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. તેનાથી યુવા પેઢી પ્રભાવિત થઈ રહી છે. ઠાકરેએ કહ્યુ કે, લૉકડાઉન જરૂરી નથી, પરંતુ બીજા દેશોએ પણ આ ચેનને રોકવા માટે આ પ્રકારનો નિર્ણય લીધો છે, તેથી સંપૂર્ણ લૉકડાઉન જ હવે વિકલ્પ છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા રોકવા માટે આ જરૂરી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More