Home> India
Advertisement
Prev
Next

Indian Army: સિક્કિમમાં ચીનની સરહદ પાસે બસ ખીણમાં ખાબકી, સેનાના 16 જવાન શહીદ

Indian Army:  ઉત્તર સિક્કિમના ઝેમામાં એક રોડ અકસ્માતમાં સેનાના 16 જવાનો શહીદ થયા છે. એક વળાંક પરથી પસાર થતી વખતે સેનાની ટ્રક ઊંડી ખીણમાં ખાબકી. જેના કારણે આ અકસ્માત થયો. મળતી માહિતી મુજબ આ અકસ્માત લાચેનથી લગભગ 15 કિલોમીટર દૂર ઝેમામાં સવારે લગભગ 8 વાગે થયો. શુક્રવારે સવારે ભારત-ચીન સરહદ પાસે ઉત્તર સિક્કિમમાં સેનાની ગાડી રસ્તા પરથી લપસીને ખીણમાં જઈ ખાબકી.

Indian Army: સિક્કિમમાં ચીનની સરહદ પાસે બસ ખીણમાં ખાબકી, સેનાના 16 જવાન શહીદ

સિક્કિમમાં બસ ખાઈમાં ખાબકવાથી સેનાના 16 જવાન શહીદ થયા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત લાચેનથી લગભગ 15 કિલોમીટર દૂર ઝેમામાં સવારે લગભગ 8 વાગે થયો. શુક્રવારે સવારે ભારત-ચીન સરહદ પાસે ઉત્તર સિક્કિમમાં સેનાની ગાડી રસ્તા પરથી લપસીને ખીણમાં જઈ ખાબકી. આ અકસ્માતમાં સેનાના 16 જવાન શહીદ થયા. જ્યારે 4 જવાન ઘાયલ થયા છે. 

fallbacks

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ ઘાયલોને ઉત્તરી બંગાળના એક સૈન્ય હોસ્પિટલમાં હવાઈ માર્ગથી લઈ જવાયા છે. દુર્ઘટના રાજ્યની રાજધાની ગંગટોકથી લગભગ 130 કિમીના અંતરે આવેલા લાચેનથી લગભગ 15 કિમી દૂર ઝેમામાં સવારે લગભગ 8 વાગે ઘટી. 

ગાડીમાં હતા 20 જવાન
ચુંગથાંગ ઉપ વિભાગીય પોલીસ અધિકારી (એસડીપીઓ) અરુણ થાટલે જણાવ્યું કે સેનાની ગાડી 20 જવાનોને લઈને સરહદ પર આવેલી ચોકીઓ તરફ જઈ રહી હતી. ઝેમા પહોંચતા જ ગાડી એક વળાંક પર રસ્તા પરથી ઉતરી ગઈ અને ખીણમાં જઈ ખાબકી. 

આ અકસ્માત અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ દુ:ખ વ્યક્ત કરતા શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ઉત્તરી સિક્કિમમાં એક રોડ દુર્ઘટનાના કારણે ભારતીય સેનાના જવાનોના શહીદ થવાથી ઊંડુ દુ:ખ થયું. રાષ્ટ્ર તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે હ્રદયથી આભારી છે. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. જે લોકો ઘાયલ થયા છે તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરું છું. 

શહીદોમાં 3 જેસીઓ પણ સામેલ
ખાઈમાં પડ્યા બાદ બસ ચકનાચૂર થઈ ગઈ. આ બસ ત્રણ બસના એ કાફલાનો ભાગ હતી જે ચટ્ટેનથી થાંગુ માટે નીકળી હતી. ઝેમામાં  એક વળાંક પર ઢાળ જેવા રસ્તે વળતા બસ ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં શહીદ થનારામાં 3 જૂનિયર કમીશન્ડ ઓફિસર (JCO) અને 13 જવાન સામેલ છે. 

સેનાના તમામ 16 જવાનોના પાર્થિવ શરીર દુર્ઘટના સ્થળેથી મેળવી લેવાયા છે. લાચેનની એક પોલીસ ટીમ સાથે ઘટનાસ્તળ પર હાજર થાટલે કહ્યું કે ચાર ગંભીર રીતે ઘાયલ જવાનોની સ્થિતિ અજ્ઞાત બનેલી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગંગટોકની સરકારી એસટીએનએમ હોસ્પિટલ લઈ જવાયા છે. ત્યારબાદ સેનાને સોંપી દેવાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More