Trending Quiz : જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમારું જનરલ નોલેજ મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. તેથી આ લેખમાં અમે તમારા માટે કેટલાક અનોખા પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા હ્યા છીએ, જે તમને ઉપયોગી થશે. સામાન્ય રીતે પૃથ્વી પર રહેલા લગભગ બધા જ જીવો જીવંત રહેવા માટે શ્વાસ લે છે. માણસ હોય કે પ્રાણી બધાને જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. મોટાભાગના જીવો ફક્ત થોડી મિનિટો માટે જ તેમના શ્વાસ રોકી શકે છે, પરંતુ એક એવો જીવ છે જે 7 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે.
Trending Quiz : ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદનું નામ કેવી રીતે પડ્યું ?
પ્રશ્ન : ચારમિનાર ક્યાં આવેલો છે ?
જવાબ : હૈદરાબાદ
પ્રશ્ન : એક હાથી તેની સૂંઢમાં કેટલા લિટર પાણી રાખી શકે છે ?
જવાબ : 5 લિટર
પ્રશ્ન : ઉડતા ફુગ્ગાઓમાં કયો ગેસ ભરવામાં આવે છે ?
જવાબ : હિલિયમ ગેસ
પ્રશ્ન : વનપ્લસ કયા દેશની કંપની છે ?
જવાબ : ચીની કંપની
પ્રશ્ન : કયો જીવ એક અઠવાડિયા સુધી શ્વાસ રોકી શકે છે ?
જવાબ : વીંછી
પ્રશ્ન : ભારતની સૌથી લાંબી નદી કઈ છે ?
જવાબ : ગંગા
પ્રશ્ન : સૂર્યમુખી કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે ?
જવાબ : યુક્રેન
પ્રશ્ન : જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરવાનો આદેશ કોણે આપ્યો હતો ?
જવાબ : જનરલ ડાયરે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે