નવી દિલ્હી :વહેલી સવારે ઉઠીને સ્કૂલમાં જવુ દરેક બાળક માટે કંટાળાજનક હોય છે. તેમાં પણ સ્કૂલમાં જઈને સૌથી પહેલા પ્રાર્થનામાં ભાગ લેવો એનાથી ય વધુ કંટાળાજનક બની જતુ હોય છે. દરેક સ્કૂલમાં સવારની શરૂઆત પ્રાર્થનાથી થતી હોય છે. આ દરમિયાન અનેક પ્રકારની શરારત પણ થતી જોવા મળે છે. પરંતુ એક ક્યૂટ શરારતનો વીડિયો સામે આવ્યો છે. પ્રાર્થના દરમિયાન એક બાળક એવું કરી રહ્યો છે, જેને જોઈને હવે સોશિયલ મીડિયા પર દરેક લોકો હસી રહ્યાં છે. નટખટ બાળકની આ શરારતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video) થઈ રહ્યો છે.
One can easily relate to this. 🤩😍 pic.twitter.com/ztNE1p6nD6
— Awanish Sharan (@AwanishSharan) January 24, 2020
બાળકના આ ક્યૂટ વીડિયો જોઈને દરેક કોઈ પોતાના બાળપણના દિવસો યાદ કરી રહ્યાં છે. આ વીડિયોને આઈએએસ અધિકારી અવનીશ શરણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. અત્યાર સુધી આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો આ વીડિયોને જોઈને તેના પર કોમેન્ટ કરવાનું નથી ભૂલી રહ્યા. આ વીડિયો શરારતી છે. જેણે પણ આ વીડિયો જોયો તેને પોતાનું બાળપણ યાદ કર્યું.
આ વીડિયો માત્ર 30 સેકન્ડનો છે. આ વીડિયો જોઈને લાગે છે કે, વીડિયોને કોઈ સ્કૂલ ટીચરે જ બનાવ્યો છે. પરંતુ બાળકની શરારતને રોકવાને બદલે તેનો વીડિયો બનાવવાનું તેઓએ વધુ પસંદ કર્યું. ટીચરનો હેતુ બાળકની શરારત બતાવવાનો હતો. આ વીડિયો ભારતની કઈ સ્કૂલનો છે તે હજી માલૂમ પડ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે