Home> India
Advertisement
Prev
Next

'મહિલાના સ્તનને સ્પર્શ કરવાનો પ્રયાસ દુષ્કર્મ નથી', હવે કોલકાતા હાઈકોર્ટે સંભળાવ્યો ચુકાદો

High Court gave its verdict: બેચે જણાવ્યું હતું કે એવા પુરાવા  પોક્સો અધિનિયમ 2012ની કલમ 10 હેઠળ ગંભીર યૌન ઉત્પીડનના આરોપને યોગ્ય ઠેરવી શકે છે પરંતુ બળાત્કારનો પ્રયાસના ગુનાનો સંકેત આપતા નથી.

'મહિલાના સ્તનને સ્પર્શ કરવાનો પ્રયાસ દુષ્કર્મ નથી', હવે કોલકાતા હાઈકોર્ટે સંભળાવ્યો ચુકાદો

ફરી એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. જેમાં કોલકાતા હાઈકોર્ટે કહ્યું છે કે નશાની હાલતમાં સગીરના સ્તનને સ્પર્શ કરવાનો પ્રયાસ પોક્સો એક્ટ હેઠળ બળાત્કારનો પ્રયાસ નથી. આ માત્ર જાતીય અપરાધની શ્રેણીમાં આવે છે. જસ્ટિસ અરિજિત બેનર્જી અને જસ્ટિસ બિસ્વરૂપ ચૌધરીની ડિવિઝન બેન્ચે ટ્રાયલ કોર્ટ દ્વારા POCSO હેઠળ આરોપીને દોષિત ઠેરવવાના અને સજાના આદેશને સ્થગિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. નીચલી અદાલતે આરોપીને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

fallbacks

દેશમાં ફરી એકવાર વાવાઝોડાની આગાહી; ગુજરાત સહિત આ રાજ્યોમાં અપાયું વરસાદનું એલર્ટ

ખંડપીઠે એવું પણ જણાવ્યું છે કે પીડિતાના મેજિકલ તપાસથી એ સ્પષ્ટ થતું નથી કે આરોપીએ દુષ્કર્મ કર્યું કે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. બેન્ચે કહ્યું કે આવા પુરાવા POCSO એક્ટ, 2012 ની કલમ 10 હેઠળ ગંભીર જાતીય હુમલાના આરોપને યોગ્ય ઠેરવી શકે છે પરંતુ બળાત્કારના પ્રયાસના ગુનાને સૂચવતા નથી. ખંડપીઠે કહ્યું કે જો અંતિમ સુનાવણી પછી આરોપ 'ગંભીર યૌન ઉત્પીડન' પૂરતો સીમિત કરવામાં આવે તો આરોપીની સજા 12 વર્ષથી ઘટાડીને પાંચથી સાત વર્ષ કરવામાં આવશે.

ગૌતમ ગંભીરને ધમકી આપનાર ગુજરાતી નીકળ્યો;21 વર્ષીય એન્જિનિયરિંગ યુવકે કર્યો મોટો કાંડ

તમને જણાવી દઈએ કે આરોપીએ દારૂના નશામાં સગીરાના સ્તનને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટે પણ આવો જ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સગીર પીડિતાના સ્તન પકડવા, તેના પાયજામાની દોરી તોડવી અને તેને કલ્વર્ટની નીચે ખેંચવાની કોશિશને બળાત્કાર અથવા બળાત્કારનો પ્રયાસ કહી શકાય નહીં. કાસગંજના પટિયાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આકાશ અને અન્ય બે આરોપીઓની ફોજદારી રિવિઝન અરજીને આંશિક રીતે સ્વીકારતી વખતે ન્યાયમૂર્તિ રામ મનોહર નારાયણ મિશ્રાએ આ ટિપ્પણી કરી હતી.

પહલગામ હુમલા બાદ મોટી કાર્યવાહી; દવાની દુકાનમાં મળતી આ વસ્તુ માટે તરસી રહ્યું છે પાક

હાઈકોર્ટે કહ્યું કે આરોપીઓ પર લાગેલા આરોપો અને કેસના તથ્યોના આધારે આ કેસમાં બળાત્કારના પ્રયાસનો ગુનો બનતો નથી. તેના બદલે તેઓને IPCની કલમ 354 (B) હેઠળ સમન્સ પાઠવી શકાય છે, જે પીડિતને કપડાં ઉતારવાના અથવા તેને નગ્ન થવા માટે મજબૂર કરવાના ઇરાદા સાથે હુમલો અથવા દુર્વ્યવહાર કરવા અને POCSO એક્ટની કલમ 9 (m) હેઠળ સમન્સ મોકલી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More