Home> India
Advertisement
Prev
Next

જયપુરની હોસ્પિટલમાં લાગી આગ, 25 બાળકોનું કરાયું રેસ્ક્યૂ

રાજસ્થાનની રાજધાની જયપુરના જેકે લોન હોસ્પિટલમાં રવિવાર મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આઇસીયૂ વોર્ડમાં ધૂમાડો ઉઠી રહ્યો હતો. જે કારણે ત્યાં આગ લાગ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી.

જયપુરની હોસ્પિટલમાં લાગી આગ, 25 બાળકોનું કરાયું રેસ્ક્યૂ

જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરના જેકે લોન હોસ્પિટલમાં રવિવાર મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે આઇસીયૂ વોર્ડમાં ધૂમાડો ઉઠી રહ્યો હતો. જે કારણે ત્યાં આગ લાગ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. તે દરમિયાન વોર્ડમાં હાજર બાળકોને ગૂંગળામણ થવા લાગી હતી.

fallbacks

fallbacks

એએનઆઇના ટ્વિટ અનુસાર, દુર્ઘટના સમયે હોસ્પિટલના આઇસીયૂ વોર્ટમાં 25 બાળકો હાજર હતા. ઘટના દરમિયાન વોર્ડમાં હાજર બધા બાળકોને ત્રીજા માળ પર સ્થિત આઇસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા. જો કે, આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

વધુમાં વાંચો:- કર્ણાટક Live: આજે ફ્લોર ટેસ્ટ પહેલા મંદિર પહોચ્યા સીએમ બીએસ યેદિયુરપ્પા

મળતી જાણકારી અનુસાર જોકે, લોન હોસ્પિટલના પ્રથમ માળે સ્થિત આઇસીયૂ વોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. તે દરમિયાન વોર્ડમાં ધૂમાડો ઉઠવા લાગ્યો હતો. તે સમયે વોર્ડમાં બાળકોને પહેલા ઇમર્જન્સીમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળથા જયપુરના ચીફ ફાયર ઓફિસર સ્થળ પર પહોંચ્યા હતા. (વિસ્તૃત જાણકારી માટે રાહ જુઓ)

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More