Home> India
Advertisement
Prev
Next

Twitter India ના હેડ Manish Maheshwari ની ભારતથી દૂર અમેરિકા ટ્રાન્સફર થઈ

ટ્વિટર ઈન્ડિયાના હેડ મનિષ મહેશ્વરીની ટ્રાન્સફર કરી દેવાઈ છે. કંપનીએ તેમને હવે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં પોસ્ટિંગ આપ્યું છે. અહીં તેઓ કંપનીના રેવન્યૂ સ્ટ્રેટેજી અને ઓપરેશન વિભાગમાં સીનિયર ડાયરેક્ટર પદે નિયુક્ત કરાયા છે. 

Twitter India ના હેડ Manish Maheshwari ની ભારતથી દૂર અમેરિકા ટ્રાન્સફર થઈ

નવી દિલ્હી: ટ્વિટર ઈન્ડિયા (Twitter India) ના હેડ મનિષ મહેશ્વરીની ટ્રાન્સફર કરી દેવાઈ છે. કંપનીએ તેમને હવે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં પોસ્ટિંગ આપ્યું છે. અહીં તેઓ કંપનીના રેવન્યૂ સ્ટ્રેટેજી અને ઓપરેશન વિભાગમાં સીનિયર ડાયરેક્ટર પદે નિયુક્ત કરાયા છે. 

fallbacks

ટ્વિટરના જાપાન અને એશિયા પેસેફિક એરિયાના વાઈસ પ્રેસિડેન્ટ  Yu Sasamoto એ કહ્યું કે મનિષ મહેશ્વરી હજુ પણ કંપની સાથે છે. તેમને હવે નવી ભૂમિકા નિભાવવા માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો મોકલવામાં આવ્યા છે. ત્યાં તેઓ કંપનીમાં સિનીયર ડાયરેક્ટરની જવાબદારી નિભાવશે. 

ભાજપ નેતાઓ સાથે થયો હતો વિવાદ
અત્રે જણાવવાનું કે ટ્વિટર ઈન્ડિયા ઘણા સમયથી વિવાદમાં છે. કંપનીએ ટૂલકિટ મામલે ભાજપ સહિત અનેક નેતાઓની આગળ મેનિપ્યુલેટેડ ટેગ લગાવી દીધો હતો. અને ત્યારબાદ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, તે સમયના કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સહિત અનેક નેતાઓના ટ્વિટર હેન્ડલ લોક કર્યા હતા. જો કે સરકારના વિરોધ બાદ બધા એકાઉન્ટ બહાલ કરાયા હતા.

કોંગ્રેસે પણ લગાવ્યો આરોપ
આ વિવાદ હજુ ચાલુ હતો ત્યાં તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં રેપ પીડિતાના પરિજનોનો ફોટો શેર કરી દીધો. ત્યારબાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. પબ્લિક વિરોધ બાદ ટ્વિટર ઈન્ડિયાએ રાહુલ ગાંધીનું એકાઉન્ટ લોક કરી દીધુ. તેમના ફોટાને રિટ્વીટ કરવાના કારણે  કંપનીએ કોંગ્રેસના અન્ય અનેક મોટા નેતાઓા ટ્વિટર હેન્ડલ પણ લોક કર્યા. ત્યારબાદથી કોંગ્રેસના નેતાઓ પણ ટ્વિટરથી નારાજ છે.  
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More