Home> India
Advertisement
Prev
Next

લોધી સ્ટેટના બંગલાને લઈને પ્રિયંકા વાડ્રા અને હરદીપ પુરી વચ્ચે ટ્વીટર જંગ


કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ મંગળવારે ટ્વીટ કરીને દાવો કર્યો કે, તેમને એક સીનિયર કોંગ્રેસ નેતાએ પ્રિયંકા ગાંધી વાડ્રાના સરકારી આવાસ, 35 લોધી સ્ટેટ કોઈ કોંગ્રેસી સાંસદને અલોટ કરવાની અપીલ કરી હતી. 

લોધી સ્ટેટના બંગલાને લઈને પ્રિયંકા વાડ્રા અને હરદીપ પુરી વચ્ચે ટ્વીટર જંગ

નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના સરકારી બંગલા પર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ મોટો ખુલાસો કર્યો છે. હરદીપ પુરીએ મંગળવારે ટ્વીટ કરીને દાવો કર્યો કે, તેમને એક સીનિયર કોંગ્રેસી નેતાએ પ્રિયંકા ગાંધી વાડ્રાને સરકારી બંગલો કોઈ કોંગ્રેસી સાંસદને એલોટ કરવાની અપીલ કરી હતી. તેના પર પ્રિયંકાએ પણ જવાબ આપ્યો છે. 

fallbacks

હકીકતમાં, સમાચાર આવ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને લુટિયન્સ જોઝન સ્થિત સરકારી બંગલો (35 લોધી સ્ટેટ)માં વધુ કેટલોક સમય રહેવાની મંજૂરી આપી દીદી છે. ખબરમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિયંકાએ સરકારી બંગલામાં થોડો વધુ સમય રહેવાની મંજૂરી માગી હતી.

આ સમાચાર પર કોંગ્રેસ મહાસચિવ અને યૂપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ ફેક ન્યૂઝ છે. મેં સરકારને આવી કોઈ વિનંતી કરી નથી. 1 જુલાઈએ મનો સોંપવામાં આવેલા પત્ર અનુસાર હું 1 ઓગસ્ટ સુધી 35, લોધી સ્ટેટના સરકારી આવાસને ખાલી કરી આપીશ. 

પ્રિયંકા ગાંધી વાડ્રાના આ નિવેદનને રિટ્વીટ કરતા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ કહ્યુ કે, તથ્ય પોતે બોલે છે. એક શક્તિશાલી કોંગ્રેસ નેતાએ મને 4 જુલાઈ 2020ના બપોરે 12.05 કલાકે વિનંતી કરી કે લોધી સ્ટેટને એક અન્ય કોંગ્રેસ સાંસદને ફાળવવામાં આવી, જેથી પ્રિયંકા ગાંધી રહી શકે. 

હરદીપ પુરીના આ ટ્વીટનો જવાબ આપતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, જો તમને કોઈએ કહ્યું હોય તો હું તેની ચિંતા તેનો આભાર માનુ છું. સાથે તમારા વિચાર માટે પણ આભાર માનુ છું. પરંતુ તે પણ તથ્યોને ન બદલે કે મેં આવી કોઈ વિનંતી કરી નથી અને હું ન કોઈ આવી વિનંતી કરી રહી છું. હું 1 ઓગસ્ટ સુધી ઘર ખાલી કરી આપીશ. 

26 વર્ષની ઉંમરમાં સાંસદ, 32ની ઉંમરમાં મંત્રી... સચિન પાયલટને શું નથી આપ્યુઃ કોંગ્રેસ

પ્રિયંકાના જવાબ પર હરદીપ પુરીએ કહ્યુ કે, જે નેતાએ મારી અને અન્ય લોકો સાથે બેઠક કરી, તે કોંગ્રેસમાં સર્વોચ્ચ પદ પર છે. તે રાજકીય સલાહકાર છે, જે તમારા પરિવાર તરફથી બોલે છે અને કાર્ય કરે છે. જ્યારે તેમણે વિનંતી કરી તો અમે સદ્ભાવમાં બે મહિનાનો વિસ્તાર આપવાનો નિર્ણય લીધો છે. 

તો કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે, પ્રિયંકા જી લોકો માટે લડે છે અને તમારી પાસે (હરદીપ પુરી) કોઈ ઉપકાર ન જોઈએ, તેથી આવી વાતો કરવાનું બંધ કરો, મુદ્દો સમાપ્ત થઈ ગયો છે. બધા જાણે છે કે તમે કોંગ્રેસ સાંસદ કે ભાજપના પ્રવક્તાને 35, લોધી એસ્ટેટ આપશો. સનસનીખેજ જૂઠ બંધ કરો. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More