Home> India
Advertisement
Prev
Next

આ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને આપી 2 દિવસની ખાસ રજા, કારણ જાણીને આખો દેશ ભાવુક થયો

ભારતની રજા્ય સરકારો ચૂંટણી પહેલા કર્મચારીઓને જાત જાતની ભેટ આપતી હોય છે. જો કે કોઈ પણ રાજકીય હલચલ વગર જ્યારે આવું કઈક કામ થાય કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય ત્યારે તે વાત હ્રદયને સ્પર્શી જાય છે. આવું જ કઈંક અસમમાં જોવા મળ્યું.

આ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને આપી 2 દિવસની ખાસ રજા, કારણ જાણીને આખો દેશ ભાવુક થયો

નવી દિલ્હી: ભારતની રજા્ય સરકારો ચૂંટણી પહેલા કર્મચારીઓને જાત જાતની ભેટ આપતી હોય છે. જો કે કોઈ પણ રાજકીય હલચલ વગર જ્યારે આવું કઈક કામ થાય કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય ત્યારે તે વાત હ્રદયને સ્પર્શી જાય છે. આવું જ કઈંક અસમમાં જોવા મળ્યું જ્યાં મુખ્યમંત્રીએ કરેલી એક જાહેરાત માત્ર અસમમાં જ નહીં પરંતુ દેશને ભાવુક કરી ગઈ. આ આદેશ બાદ સોશિયલ મીડિયા પર લોકો આ નિર્ણયને સંસ્કારો અને ભારતીય પરંપરાઓને મજબૂત બનાવવાની એક કડી ગણાવી રહ્યા છે. 

fallbacks

આ કારણસર આપી રજા
અસમ સરકારે પોતાના કર્મચારીઓને માતા પિતા કે સાસુ સસરા સાથે સમય વિતાવવા માટે 6-7 જાન્યુઆરીએ ખાસ રજા આપી છે. અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એક ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. 

રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે હું કર્મચારીઓને ભલામણ કરું છું કે તેઓ પોતાના માતા પિતાના આશીર્વાદથી નવા અસમ અને નવા ભારતના નિર્માણ માટે પોતાને ફરીથી સમર્પિત કરે. 

એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે આ સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના મંત્રીઓને પણ તેમના માતા પિતા કે સાસુ સસરા સાથે સમય વિતાવવા માટેની તક અપાઈ છે. જ્યારે જે કર્મચારીઓના માતા પિતા કે સાસુ સસરા જીવિત નથી તેઓ 6-9 જાન્યુઆરી 2022વાળી વિશેષ રજાઓના હકદાર રહેશે નહીં. પશ્ચિમ અસમના બોંગાઈગામમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની અધ્યક્ષતામાં આ અંતિમ રાજ્ય મંત્રીમંડળમાં નિર્ણય લેવાયો હતો. 

2 દિવસ કોમ્પન્સેટરી ઓફ
અત્રે જણાવવાનું કે રાજ્ય સરકારના હાલના મંત્રી, આઈએએસ અને આઈપીએસ અધિકારી પણ આ રજાનો લાભ ઉઠાવી શકે છે. પરંતુ પોલીસ અધીક્ષક સ્તર સુધીના પોલીસ અધિકારીઓ સહિત ફિલ્ડ કર્મચારીઓ આ રજા લઈ શકશે નહીં પરંતુ ત્યારબાદની તારીખમાં તેઓ તેનો લાભ જરૂર લઈ શકશે એટલે કે એક પ્રકારે ફિલ્ડ પર તૈનાત પોલીસકર્મીઓને પણ બે દિવસનો કોમ્પ ઓફ કોમ્પન્સેટરી ઓફ (Comp Off) મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More