ગોંડા: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગોંડામાં ગત રાતે એક સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ બે મકાન કડડડભૂસ થયા જેમાં 8 લોકોએ જીવ ગૂમાવ્યા. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે નજીક નજીક આવેલા બે મકાનો તૂટી પડ્યા અને કાટમાળમાં 15 લોકો દટાઈ ગયા. રેસ્ક્યૂ દરમિયાન 7 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા.
વિસ્ફોટથી બે મકાન તૂટી પડ્યા
આ અકસ્માત વઝીરગંઝ વિસ્તારમાં ટિકરી ગામમાં થયો જ્યાં ગત રાતે સિલિન્ડર વિસ્ફોટથી બે મકાન જમીનદોસ્ત થયા. મકાનના કાટમાળમાં કુલ 15 લોકો દટાઈ ગયા જેમાંથી 8 લોકોના મોત થયા અને રેસ્ક્યૂ ઓપરેશનમાં કાટમાળમાંથી 7 લોકો જીવતા બહાર કાઢવામાં આવ્યા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
J&K: બાળકીની ક્યૂટ ફરિયાદની અસર, ઓનલાઈન ક્લાસના ટાઈમ ફિક્સ, નાના બાળકોને હોમવર્ક નહીં
મળતી માહિતી મુજબ મંગળવારે રાતે ભોજન બનાવતી વખતે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ બે મકાન તૂટી પડ્યા. મૃતકોમાં બે મહિલાઓ, બે પુરુષ અને ચાર બાળકો સામેલ છે.
Anti-Covid Drug: એન્ટી કોરોના દવા '2-DG' દરેક દર્દી માટે નથી, DRDO એ બહાર પાડી માર્ગદર્શિકા
રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
ટિકરી ગામમાં રહેતા નૂરુલ હસનના ઘરમાં આ વિસ્ફોટ થયો અને પાડોશમાં રહેતા ફકીરેનું મકાન પણ તેની ઝપેટમાં આવી ગયું. વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. પોલીસના અનેક ટોચના અધિકારીઓ સહિત પોલીસકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વિસ્ફોટના કારણો અંગે જાણ હજુ મળી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે