Home> India
Advertisement
Prev
Next

કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના વધુ બે સાથી એન્કાઉન્ટરમાં ઠાર, પ્રભાત કાલે જ ફરીદાબાદથી પકડાયો હતો

વિકાસ દુબે (Vikas Dubey) ના વધુ બે સાથી આજે એન્કાઉન્ટરમાં ઠાર થયાં. પ્રભાત મિશ્રાની પોલીસે બુધવારે ફરીદાબાદથી ધરપકડ કરી હતી. પ્રભાત પોલીસ કસ્ટડીમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો. આ ઉપરાંત વિકાસ દુબે ગેંગનો વધુ એક મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બઉવન ઉર્ફે રણવીર પણ યુપીના ઈટાવામાં ઠાર થયો. 

કાનપુર એન્કાઉન્ટર: વિકાસ દુબેના વધુ બે સાથી એન્કાઉન્ટરમાં ઠાર, પ્રભાત કાલે જ ફરીદાબાદથી પકડાયો હતો

નવી દિલ્હી: વિકાસ દુબે (Vikas Dubey) ના વધુ બે સાથી આજે એન્કાઉન્ટરમાં ઠાર થયાં. પ્રભાત મિશ્રાની પોલીસે બુધવારે ફરીદાબાદથી ધરપકડ કરી હતી. પ્રભાત પોલીસ કસ્ટડીમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો. આ ઉપરાંત વિકાસ દુબે ગેંગનો વધુ એક મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બઉવન ઉર્ફે રણવીર પણ યુપીના ઈટાવામાં ઠાર થયો. 

fallbacks

વિકાસ દુબેને પકડવા આકાશ પાતાળ એક કરી રહી છે UP પોલીસ, કહ્યું- શહાદત એળે જશે નહીં

અત્રે જણાવવાનું કે પ્રભાત મિશ્રાને બુધવારે પોલીસે ફરીદાબાદમાંથી પકડ્યા બાદ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કાનપુર લાવવામાં આવી રહ્યો હતો. પોલીસના જણાવ્યાં મુજબ કાનપુર પાસે હાઈવે પર ભૌંતી પાસે તેણે એસટીએફના પોલીસ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને ભાગવાની કોશિશ કરી. ત્યારબાદ પ્રભાતના ફાયરિંગનો પોલીસે જવાબ આપ્યો અને તે માર્યો ગયો. 

UP: હમીરપુરમાં STF સાથે અથડામણમાં વિકાસ દુબેના ખાસમખાસ સાથી અમર દુબેનો ખાતમો

જુઓ LIVE TV

કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે હજુ ફરાર છે. પોલીસે તાબડતોબ દરોડા પાડીને તેના સાથીઓને દબોચ્યા છે. જેમાં ફરીદાબાદ ક્રાઈમ બ્રાન્ચે વિકાસના બે સાથીઓની ધરપકડ કરી છે. પ્રભાત મિશ્રા અને બઉવન ઉર્ફે રણવીર વિકાસ દુબેના નીકટના સાથીઓ હતાં અને ભાગવાની ફિરાકમાં હતાં. આ કોશિશમાં જ તેઓ પોલીસ સાથે અથડામણમાં ઠાર થયાં. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More