Home> India
Advertisement
Prev
Next

બોયફ્રેન્ડ માટે રસ્તા વચ્ચે સંગ્રામ, એક પ્રેમી માટે બે છોકરીઓએ કરી મારામારી; VIDEO વાયરલ

Viral Video: વાયરલ વીડિયોમાં બન્ને જૂથની વિદ્યાર્થિનીઓ સ્કૂલ યુનિફોર્મમાં હતી અને એકબીજાના વાળ ખેંચીને મારામારી કરી રહી હતી. મળતી માહિતી અનુસાર બે વિદ્યાર્થિનીઓનું એક જ છોકરા સાથે અફેર ચાલી રહ્યું છે.

બોયફ્રેન્ડ માટે રસ્તા વચ્ચે સંગ્રામ, એક પ્રેમી માટે બે છોકરીઓએ કરી મારામારી; VIDEO વાયરલ

Bihar Girl Fight: બિહારના પૂર્ણિયા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બોયફ્રેન્ડને લઈને સ્કૂલની બે છાત્રાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. શાળામાંથી રજા પડ્યા બાદ આ ઘટના બની હતી. બીજી ઘણી છોકરીઓ પણ આ લડાઈમાં જોડાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, Zee 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વાયરલ વીડિયોમાં બન્ને જૂથની વિદ્યાર્થિનીઓ સ્કૂલ યુનિફોર્મમાં હતી અને એકબીજાના વાળ ખેંચી રહી હતી. મળતી માહિતી અનુસાર બે વિદ્યાર્થિનીઓનું એક જ છોકરા સાથે અફેર ચાલી રહ્યું છે. આ અંગેની માહિતી મળ્યા બાદ બન્ને વિદ્યાર્થિનીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી એકબીજા સાથે મારામારી થઈ હતી.

fallbacks

રસ્તાની વચ્ચે મારામારી 
મળતી માહિતી અનુસાર સ્કૂલ પૂરી થતાં જ બન્ને છોકરીઓ બહાર આવી અને સ્કૂલથી થોડી દૂર પહેલા બોલાચાલી કરવા લાગી અને પછી રસ્તાની વચ્ચે ઝઘડો કરવા લાગી. આ દરમિયાન તેઓએ એકબીજાને મુક્કા માર્યા અને વાળ પણ ખેંચ્યા. જેમાં બન્ને પક્ષની અડધો ડઝન વિદ્યાર્થીનીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. વિવાદ વધતો જોઈને સ્થાનિક લોકોએ દરમિયાનગીરી કરી, ત્યારબાદ કોઈ રીતે મામલો શાંત પડ્યો. કેટલાક લોકોએ આ મારામારીની વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

હોળી પછી શનિ ગોચરથી શરૂ થશે 3 રાશિઓના અચ્છે દિન, છપ્પડફાડ ધન લાભ સાથે પૈસામાં ન્હાશે

આ દેશની મહિલાઓની ખુબસુરતી આગળ રશિયન-કોરિયન પણ છે ફેલ! અહીં રહે છે ધરતીની અપ્સરા

શું છે મામલો?
આ મામલે પોલીસ સ્ટેશનના વડા અજય કુમારે જણાવ્યું કે, સ્કૂલની વિદ્યાર્થિનીઓ વચ્ચેની લડાઈથી સંબંધિત વાયરલ વીડિયો તેમના ધ્યાન પર આવ્યો નથી. હજુ સુધી આ બાબતે કોઈ અરજી મળી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર એક છોકરાએ બે ગર્લફ્રેન્ડ બનાવી હતી અને તેઓ ચેટિંગ અને ડેટ કરી રહ્યા હતા. આ વાતની જાણ બન્ને યુવતીઓને થઈ હતી. આ બાબતે 5 દિવસ પહેલા પણ શાળામાં બે વિદ્યાર્થિનીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી બન્ને યુવતીઓએ એકબીજાને જોઈ લેવાની ધમકી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More