Home> India
Advertisement
Prev
Next

JNU માં ફરી બબાલ, બે જૂથ વચ્ચે મારપીટ, કેમ્પસમાં ડંડા લઈને જોવા મળ્યાં વિદ્યાર્થીઓ

દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી કેમ્પસમાં ફરી મારપીટની ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસના હવાલાથી ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. 

JNU માં ફરી બબાલ, બે જૂથ વચ્ચે મારપીટ, કેમ્પસમાં ડંડા લઈને જોવા મળ્યાં વિદ્યાર્થીઓ

નવી દિલ્હીઃ દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી કેમ્પસમાં (Jawaharlal Nehru University) એકવાર ફરી મારપીટ થઈ છે. દિલ્હી પોલીસના હવાલાથી ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારીમાં બે છાત્રોને ઈજા પહોંચી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિદ્યાર્થીઓના બે સમૂહોને ડંડોની સાથે જોઈ શકાય છે. ઘટના બાદ કેમ્પસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. JNU પરિસરની બહાર પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 

fallbacks

રિપોર્ટ પ્રમાણે તાપ્તિ હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થીઓનો બીજો હોસ્પિટલના વિદ્યાર્થીઓનો વિવાદ થયો હતો. બંને તરફથી બહારના લોકોને કેમ્પસમાં બોલાવવાનો પણ આરોપ છે. મહત્વનું છે કે આ પહેલા પણ ઘણીવાર જેએનયૂ કેમ્પસમાં ઘણીવાર ઘર્ષણ થયા છે. 

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના હવાલાથી ન્યૂઝ એજન્સી પીટીઆઈએ જણાવ્યું- અમને આ મામલામાં હજુ સુધી કૌઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. લડાઈ બે વિદ્યાર્થી જૂથ વચ્ચે થઈ અને તેમાં કોઈ રાજકીય સમૂહ સામેલ નથી. આ બંને વચ્ચે વ્યક્તિગત વિવાદનો મામલો છે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જેએનયૂ કેમ્પસમાં મારપીટના ઘણા સમાચાર સામે આવી ચુક્યા છે. આ પહેલા વર્ષ 2022માં જેએનયૂ કેમ્પસમાં થયેલા હુમલામાં JNUSU ની અધ્યક્ષ આઈશી ઘોષ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ હતી. આઇશી ઘોષ સિવાય ઘણા અન્ય વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More