Home> India
Advertisement
Prev
Next

Udaipur Kanhaiyalal Murder Case: ઉદયપુર હત્યા કેસનું પાકિસ્તાન કનેક્શન નિકળ્યું, NIA ને તપાસ સોંપાઈ

રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની નિર્મમ હત્યા કરનારા આરોપી મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ અંગે મોટો ખુલાસો થયાનો દાવો થઈ રહ્યો છે. બંને હત્યારાના સંબંધ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે હોવાનું કહેવાય છે. જ્યાં જેહાદી બનવા માટે અપાય છે સ્પેશિયલ ટ્રેનિંગ એ દાવત એ ઇસ્લામી વિશે ખાસ જાણો. 

Udaipur Kanhaiyalal Murder Case: ઉદયપુર હત્યા કેસનું પાકિસ્તાન કનેક્શન નિકળ્યું, NIA ને તપાસ સોંપાઈ

Udaipur Kanhaiyalal Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની નિર્મમ હત્યા કરનારા આરોપી મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ અંગે મોટો ખુલાસો થયાનો દાવો થઈ રહ્યો છે. બંને હત્યારાના સંબંધ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે હોવાનું કહેવાય છે. ગૃહ મંત્રાલયે આ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (ANI) ને તપાસના આદેશ આપ્યા છે. 

fallbacks

NIA ને સોંપાઈ તપાસ
ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું કે એમએચએએ NIA ને ઉદયપુર, રાજસ્થાનમાં થયેલી કન્હૈયાલાલ તેલીની નૃશંસ હત્યાની તપાસ પોતાના હાથમાં લેવાના નિર્દેશ આપ્યા છે. ટ્વીટમાં એમ પણ ઉલ્લેખ કર્યો કે કોઈ પણ સંગઠન અને આંતરરાષ્ટ્રીય લીંકની સંડોવણીની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. એનઆઈએની એક ટીમને મંગળવારે એક ડીઆઈજી રેન્કના અધિકારી સહિત ઉદયપુર મોકલ્યા બાદ આ પગલું લેવાયું છે. સરકારી સૂત્રો મુજબ એનઆઈએની ટીમ ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) અધિનિયમની કલમો હેઠળ મામલો નોંધશે.

પાકિસ્તાન સાથે જોડાયા તાર
આ હત્યાકાંડમાં અત્યાર સુધીમાં જે પણ ખુલાસા થયા તે ખુબ જ ચોંકાવનારા છે. આ હત્યાકાંડના તાર પાકિસ્તાન સાથે જોડાઈ રહ્યા છે. ઘટનાને અંજામ આપનારા બંને આરોપીઓના કરાચીના સુન્ની ઈસ્લામિક સંગઠન દાવત એ ઈસ્લામી કનેક્શન સામે આવ્યું છે. જેનું કનેક્શન પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠન તહરીક એ લબ્બૈક સાથે પણ છે. 

દાવત એ ઈસ્લામી  સંગઠનનું સંચાલન પાકિસ્તાનથી થાય છે અને દુનિયાના 194 દેશોમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે. વર્ષ 1981માં દાવત એ ઈસ્લામીનું ગઠન મૌલાના ઈલિયાસ અત્તારીએ પાકિસ્તાનના કરાચીમાં કર્યું હતું. ઈલિયાસ અત્તારીના કારણે દાવત એ ઈસ્લામી સંલગ્ન જોડાયેલા લોકો પોતાના નામ જોડે અત્તારી લગાવે છે. ઉદયપુર ઘટનાનો એક આરોપી મોહમ્મદ રિયાઝ પણ પોતાના નામ સાથે અત્તારી લગાવે છે. 

ભારતમાં કેવી રીતે શરું થયું દાવત એ ઈસ્લામી
1989માં પાકિસ્તાનથી એક ઉલેમાનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું. ત્યારબાદ દાવત એ ઈસ્લામી સંગઠન અંગે ભારતમાં ચર્ચા શરૂ થઈ અને તેની શરૂઆત થઈ. ભારતમાં દિલ્હી અને મુંબઈમાં તેનું હેડક્વાર્ટર છે. સૈયદ આરિફ અલી અત્તારી દાવત એ ઈસ્લામીનો ભારતમાં વિસ્તાર કરી રહ્યા છે. 

ઓનલાઈન કોર્સ ચલાવે છે
દાવત એ ઈસ્લામી કટ્ટર મુસલમાન બનવા માટે ઈસ્લામી શિક્ષણનો ઓનલાઈન પ્રચાર પ્રસાર કરે છે. સંગઠનની વેબસાઈટ પર 32 પ્રકારના ઈસ્લામી કોર્સ ઉપલબ્ધ છે. વેબસાઈટ પર મહિલાઓ અને પુરુષો બંને માટે અલગ અલગ પ્રકારના કોર્સ છે. દાવત એ ઈસ્લામી પર અનેકવાર ધર્માંતરણના આરોપ પણ લાગ્યા છે. 

જેહાદી બનવા માટે આપે છે સ્પેશિય ટ્રેનિંગ
દાવત એ ઈસ્લામી સંગઠન પર આરોપ છે કે તેના ઓનલાઇન કોર્સ દ્વારા જેહાદી બનવા માટે ખાસ ટ્રેનિંગ અપાય છે. અનેક રિપોર્ટમાં દાવો થઈ રહ્યો છે કે ઉદયપુર હત્યાકાંડમાં સામેલ  બંને આરોપી દાવત એ ઈસ્લામી સાથે જોડાયેલા છે અને તેમણે ઈસ્લામી સંસ્થામાંથી ઓનલાઈન કોર્સ કર્યો હતો. 

જુઓ Video

Udaipur Murder Case: પોતાની હત્યા થવાની ભીતિ હતી દરજી કન્હૈયાલાલને, પોલીસને લખ્યો હતો પત્ર, વાંચીને હચમચી જશો

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More