નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં મોટો ચહેરો ગણાતા અને NCPના દિગ્ગજ નેતા ઉદયનરાજે ભોસલે ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપ(BJP) અધ્યક્ષ અમિત શાહ(Amit Shah)ની હાજરીમાં ઉદયનરાજે ભાજપમાં જોડાયા. આ અવસરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતાં. સતારામાં એનસીપીથી 3વાર સાંસદ રહી ચૂકેલા ઉદયનરાજે ભોસલે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. તેમણે 2009, 2014 અને 2019 લોકસભા ચૂંટણી સતારાથી જીતી હતી. રાજેના ભાજપમાં સામેલ થવાની મરાઠા વોટ બેંકને પોતાની તરફ ખેંચવાની પાર્ટીની કોશિશો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
BJPના સેવા સપ્તાહ કાર્યક્રમની શરૂઆત, અમિત શાહે AIIMS જઈને કરી સફાઈ
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીના નેતાઓનું પાર્ટી છોડીને ભાજપ અને શિવસેનામાં જવાનો સિલસિલો સતત ચાલુ છે. બુધવારે પશ્ચિમ મહારાષ્ટ્રના નેતા હર્ષવર્ધન પાટીલ અને શરદ પવારના ખુબ નીકટ ગણાતા પૂર્વ મંત્રી ગણેશ નાઈકે પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતાં.
જુઓ LIVE TV
કોંગ્રેસના નેતા પૂર્વ મંત્રી કૃપાશંકર સિંહ અને ઉર્મિલા માર્તોંડકર પણ કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે. પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માથે છે અને કોંગ્રેસ અને એનસીપી જેવા પક્ષોમાંથી પાર્ટી છોડવાની લાઈન લાગી છે. સત્તાધારી પક્ષનો દાવો છે કે વિપક્ષના પચાસથી વધુ ધારાસભ્યો ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષોમાં જોડાઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે