Home> India
Advertisement
Prev
Next

Maharashtra News: ઉદ્ધવ ઠાકરેની તાજપોશીમાં મુંબઇના ડબ્બાવાળા અને 400 ખેડૂતો પણ થશે સામેલ 

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Udhav Thackeray) આજે સાંજે 6:40 વાગે દાદરના શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આજે લગભગ 25 વર્ષ બાદ શિવસેના(Shivsena) ના કોઈ નેતા મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યાં છે. મુંબઇ(Mumbai) માં પોતાની રાજકીય ધાક ધરાવતી શિવસેના માટે આજે સૌથી મોટો દિવસ છે. આખા શહેરમાં શિવસૈનિકોએ પોતાના નેતાની તાજપોશીની તૈયારીઓ કરી છે. શહેરના રસ્તાઓ પર દરેક બાજુ ઉદ્ધવ ઠાકરેના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યાં છે. પાર્ટી શપથ ગ્રહણ માટે ગ્રેન્ડ તૈયારીઓ કરી રહી છે. 

Maharashtra News: ઉદ્ધવ ઠાકરેની તાજપોશીમાં મુંબઇના ડબ્બાવાળા અને 400 ખેડૂતો પણ થશે સામેલ 

મુંબઇ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Udhav Thackeray) આજે સાંજે 6:40 વાગે દાદરના શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આજે લગભગ 25 વર્ષ બાદ શિવસેના(Shivsena) ના કોઈ નેતા મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યાં છે. મુંબઇ(Mumbai) માં પોતાની રાજકીય ધાક ધરાવતી શિવસેના માટે આજે સૌથી મોટો દિવસ છે. આખા શહેરમાં શિવસૈનિકોએ પોતાના નેતાની તાજપોશીની તૈયારીઓ કરી છે. શહેરના રસ્તાઓ પર દરેક બાજુ ઉદ્ધવ ઠાકરેના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યાં છે. પાર્ટી શપથ ગ્રહણ માટે ગ્રેન્ડ તૈયારીઓ કરી રહી છે. 

fallbacks

EXCLUSIVE: અજિત પવારે કહ્યું- હું આજે શપથ લેવાનો નથી, હું નારાજ પણ નથી

મળતી માહિતી મુજબ આ સમારોહમાં 35 હજાર લોકો સામેલ થાય તેવી શક્યતા છે. જેમાં 400થી વધુ ખેડૂતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તદઉપરાંત આ સમારોહમાં મુંબઈના ડબ્બાવાળા પણ સામેલ થશે.  આ બાજુ મહારાષ્ટ્ર(Maharashtra) માં આજે શપથ લેનારા મંત્રીઓમાં કોંગ્રેસ નેતા અશોક ચૌહાણનું નામ હટાવી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ અશોક ચૌહાણની જગ્યાએ નાગપુરથી આવતા દલિત નેતા નીતિન રાઉત શપથ લેશે. 

Maharashtra govt formation: શું અજિત પવારનું ભાજપને સમર્થન એક 'ચાલ' હતી? હવે તેને 'મોટો દગો' ગણી રહી છે BJP

ઉદ્ધવ ઠાકરે શા માટે 6:40 મિનિટે જ લેશે શપથ? શું છે જ્યોતિષોની સલાહ
મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રીના રૂપમાં શિવસેના (Shivsena) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) આજે સાંજે 6 વાગ્યાને 40 મિનિટ પર શપથ લેશે. તેમની શપથવિધિનો આ સમય ખુબ જ શુભ ગણવામાં આવી રહ્યો છે કારણ કે આ વૃષભ લગ્ન મુર્હૂત છે. એસ્ટ્રોલોજર ડોક્ટર વાયએસ રાખવાનું કહેવું છે કે આ મુર્હૂતમાં કરવામાં કરેલા કાર્યોને સ્થિરતા પ્રાપ્ત થાય છે. 

તેમણે કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) શપથગ્રહણ સમારોહ વખતે અમૃત ચોખડીયું છે. જેના પર ચંદ્વમાની છાયા રહેશે.માનવામાં આવે છે કે અમૃત ચોખડીયા પર ચંદ્વમાની છાયા થતાં આ દરમિયાન કરવામાં આવેલા કાર્યોને સો-ટકા વિજય પ્રાપ્તિ યોગ રહે છે. 

આ VIDEO પણ જુઓ

પરંતુ જ્યોતિષ શાસ્ત્રના જાણકાર આ ઘડીને લઇને એક રસપ્રદ સંભાવના પણ વ્યક્ત કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે દશમા સ્થાને કુંભ રાશિનું અધિપતિ અષ્ટમમાં શુક્રની સાથે બિરાજમાન છે. તેનાથી લૌકિક જરૂર પ્રાપ્ત થશે પરંતુ 2011 બાદ આંતરિક કલેશનો યોગ પણ બને છે. જોકે આ મહારાષ્ટ્રની સરકાર અને ઉદ્ધવ ઠાકરે માટે આગામી સમય કેવો રહેશે એ તો આગામી સમય બતાવશે. અત્યારે કોઇ પરિણામ પર પહોંચી ન શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More