Home> India
Advertisement
Prev
Next

Mansukh Hiren Death Case: દેવેન્દ્ર ફડણવીસનો આરોપ, મનસુખ હિરેનની થઈ હત્યા, સચિન વઝેને બચાવી રહી છે શિવસેના

વઝે દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળવાના મામલામાં થઈ રહેલી એનઆઈએની તપાસના કેન્દ્રમાં છે. 
 

Mansukh Hiren Death Case: દેવેન્દ્ર ફડણવીસનો આરોપ, મનસુખ હિરેનની થઈ હત્યા, સચિન વઝેને બચાવી રહી છે શિવસેના

મુંબઈઃ મહારાષ્ટ્ર  (Maharashtra) માં મનસુખ હિરેનના મોતનો મામલો સતત ચર્ચામાં છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ (BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસ  (Devendra Fadnavis) એ બુધવારે દાવો કર્યો કે, જ્યારે તે સીએમ હતા તો શિવસેના (Shiv Sena) ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે  (Uddhav Thackeray) એ તત્કાલીન સસ્પેન્ડેડ અધિકારી સચિન વઝેને રાજ્ય પોલીસ દળમાં પરત લાવવા કહ્યું હતું. તેમણે શિવસેના પર આરોપ પણ લગાવ્યો કે તે સમયની માંગને લઈને તેમના પર દબાવ પણ બનાવ્યો હતો. 

fallbacks

NIA કરી રહી છે તપાસ
વઝે દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક 25 ફેબ્રુઆરીએ વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર મળવાના મામલામાં થઈ રહેલી એનઆઈએની તપાસના કેન્દ્રમાં છે. મુંબઈ પોલીસના અધિકારી સચિન વઝેની આ મામલામાં કથિત ભૂમિકાને કારણે 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. તે હાલ સુધી મુંબઈ પોલીસની અપરાધ શાખાના અપરાધ ગુપ્ત એકમ સાથે સંકળાયેલ હતો. 

આ પણ વાંચોઃ Corona: મહારાષ્ટ્રમાં તૂટ્યો રેકોર્ડ, નવા 23,179 કેસ, 2021માં એક દિવસમાં સૌથી મોટો આંકડો

વર્ષ 2018ની ઘટના
ફડણવીસે નવી દિલ્હીમાં પત્રકારોને કહ્યું, હું 2018માં મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી હતો અને મારી પાસે ગૃહ વિભાગ પણ હતું. શિવસેના પ્રમુખ ઠાકરેએ મને ફોન કરી તત્કાલીન પોલીસ અધિકારી સચિન વઝેનું સસ્પેન્શન પરત ખેંચવાનું કહ્યું હતું. ત્યારબાદ શિવસેનાના કેટલાક નેતાએ આ વિનંતી લઈ મારી સાથે મુલાકાત કરી હતી. 

ફડણવીસે આરોપ લગાવ્યો કે કોરોનાને કારણે વઝેનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, સચિન વઝે 2004માં સસ્પેન્ડ થયા, 2007માં તેમણે વીઆરએસ લીધું. વિધાનસભમાં વિપક્ષના નેતાએ તે પણ કહ્યું કે, વઝેના પોલિટિકલ બોસના નામ પણ સામે આવવા જોઈએ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More