Home> India
Advertisement
Prev
Next

ખુદ કાર ચલાવી રાજભવન પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપી દીધું છે. ઉદ્ધવ ઠાકરેએ આજે ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે ઠાકરે રાજભવન પહોંચ્યા હતા અને પોતાનું રાજીનામું આપ્યું હતું. 

ખુદ કાર ચલાવી રાજભવન પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલને સોંપ્યું રાજીનામું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટમાં આજે નવો વળાંક આવી ગયો છે. ફેસબુકના માધ્યમથી રાજ્યની જનતાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આ સાથે ઠાકરેએ વિધાન પરિષદના સભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધું છે. એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનામાં સંકટ શરૂ થયું હતું અને હવે ઠાકરેએ ખુરશી છોડી છે. ફેસબુક પર રાજીનામાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે રાત્રે 11.10 કલાકે માતોશ્રીથી ખુદ કાર ડ્રાઇવ કરીને રાજભવન રાજ્યપાલને રાજીનામું આપવા પહોંચ્યા હતા. રાજ્યપાલને પોતાનું રાજીનામુ આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરે સીધા મંદિરે પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. 
 
ખુદ કાર ચલાવી રાજભવન પહોંચ્યા ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ આશરે અઢી વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની ખુરશી સંભાળી છે. ત્યારબાદ સરકાર પર આવેલા સંકટને ટાળવાનો ઠાકરેએ પ્રયાસ કર્યો પરંતુ બહુમત ન હોવાને કારણે વિશ્વાસ મત પહેલાં જ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્ર આદિત્ય ઠાકરે સહિત કેટલાક નેતા સાથે ખુદ કાર ચલાવી રાજભવન પહોંચ્યા હતા. રાજભવન પહોંચીને ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને રાજીનામું સોંપ્યું હતું. 

fallbacks

ત્યારબાદ 20 જૂને મહારાષ્ટ્રમાં 10 સીટો પર યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણી બાદ એકનાથ શિંદે અચાનક કેટલાક ધારાસભ્યો સાથે ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા અને ઠાકરે સરકાર તથા શિવસેના સામે બળવો કરી દીધો હતો. સુરતથી શિંદે જૂથના ધારાસભ્યો અસમની રાજધાની ગુહાવાટી પહોંચ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રની રાજનીતિનું કેન્દ્ર ગુવાહાટીની એક ફાઇવ સ્ટાર હોટલ બની ગઈ હતી.

આ પણ વાંચોઃ Maharashtra political crisis: શિંદેની 'ચાલ'થી ઉદ્ધવના રાજીનામુ સુધી, વાંચો મહારાષ્ટ્રના મહાસંગ્રામની કહાની

હવે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છે ભાજપ
આ વચ્ચે માહિતી મળી રહી છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપે સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના આગામી મુખ્યમંત્રી બની શકે છે. દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે પણ વાત કરી હતી. '

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More