મુંબઈઃ Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સૂત્રો પ્રમાણે શિવસેનાના બળવાખોરોને મનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. શિવસેનાના મોટા નેતા બાદ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્નીએ ધારાસભ્યોને મનાવવાના પ્રયાસ શરૂ કર્યાં છે. તેમણે ધારાસભ્યોને પરત લાવવા એક ખાસ પ્લાન બનાવ્યો છે.
નારાજ ધારાસભ્યોને મનાવવામાં લાગ્યા રશ્મિ ઠાકરે
જાણકારી પ્રમાણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે નારાજ ધારાસભ્યોને મનાવવામાં લાગ્યા છે. તે માટે મુખ્યમંત્રીના પત્ની સતત નારાજ ધારાસભ્યોની પત્નીઓ સાથે સંપર્ક કરી રહ્યાં છે. બળવાખોર ધારાસભ્યોની પત્નીઓના માધ્યમથી તે પોતાની વાત તે લોકો સુધી પહોંચાડી રહ્યાં છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ થયું સક્રિય, શિંદે-ફડણવીસની મુલાકાતે વધારી ચિંતા, ઠાકરેને પવાર પાસે આશા
બળવાખોર ધારાસભ્યોની પત્નીઓ સાથે કર્યો સંપર્ક
તે માટે રશ્મિ ઠાકરેએ માતોશ્રીથી બળવાખોર ઘણા ધારાસભ્યોની તપ્નીઓને સંપર્ક કર્યો છે અને તેમને પોતાના પતિ ધારાસભ્યોને સમજાવી પરત ઉદ્ધવ ઠાકરે સાથે આવવા માટે કહ્યું છે. પરંતુ સૂત્રોનો દાવો છે કે બળવાખોર ધારાસભ્યોની પત્નીઓએ વહિણી (એટલે કે ભાભીજી) ને સાચુ-ખોટુ સંભળાવી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે