Home> India
Advertisement
Prev
Next

West Bengal: પુરૂલિયામાં ભાજપના ચૂંટણી રથ પર હુમલો, નડ્ડાએ કહ્યું- ડરી ગઈ છે TMC

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યુ કે, રથને ટીએમસીના ગુંડાઓએ રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યાં તોડફોડ કરી. તેમણે કહ્યું કે, ભાજપ આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરે છે. 

West Bengal: પુરૂલિયામાં ભાજપના ચૂંટણી રથ પર હુમલો, નડ્ડાએ કહ્યું- ડરી ગઈ છે TMC

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ (West Bengal Election) ના પુરૂલિયામાં ભાજપના ચૂંટણી રથ પર હુમલા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) નું નિવેદન સામે આવ્યુ છે. નડ્ડાએ આરોપ લગાવ્યો કે, રથને ટીએમસીના ગુંડાઓએ રોકવાનો પ્રયાસ કર્યો અને તોડફોડ કરી છે. તેમણે કહ્યું કે, ભાજપ તેની ઘોર નિંદા કરે છે. ટીએમસીને પોતાની હાર સામે દેખાઈ રહી છે તેથી તે આવા કામ કરી રહી છે. 

fallbacks

પુરૂલિયામાં ઉભેલા ભાજપના ચૂંટણી પર થપ હુમલામાં ડ્રાઇવર પણ ઈજાગ્રસ્ત થયો છે. જે રથ પર હુમલો થયો છે તે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સન્માન યાત્રાનો રથ હતો. આ રથને જેપી નડ્ડા લીલી ઝંડી દેખાડવાના હતા. જેપી નડ્ડાએ કહ્યુ, ભાજપે બે યાત્રા- એક કારદીપ અને કુતુલપુરથી આંબેડકર યાત્રા નક્કી કરી હતી. એક યાત્રા કુતુલપુરથી જે મેં પ્રારંભ કરી હતી પરંતુ કારદીપની યાત્રાને ટીએમસીના ગુંડાઓએ રોકવાનો પ્રયાસ કર્યો અને તાયાં તોડફોડ કરી. ભાજપ તેની નિંદા કરે છે. 

ભાજપ અધ્યક્ષે કહ્યું, 'ડો આંબેડકરના દેખાડેલા રસ્તા પર ભાજપ સમાજમાં સમરસતા લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ટીએમસીએ તે પ્રયાસને રોકવાનું કામ કર્યું છે. ભાજપ તે પણ માને છે કે ટીએમસી જાણી ચુકી છે કે હાર સામે દેખાઈ રહી છે, તેથી તે ડરીને આવા કામ કરી રહી છે.'

આ પણ વાંચોઃ World Air Quality Report 2020: વિશ્વના 30 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં 22 ભારતના, દિલ્હી નંબર-1

તો બાંકુડા જિલ્લાના કોતુલપુર શહેરમાં એક રેલીને સંબોધિત કરતા નડ્ડાએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીની 'તુષ્ટીકરણની રાજનીતિ' ને કારણે મહિષી અને તેલી જેવી ઘણી ઓબીસી હિન્દુ જાતિઓને અનામતની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવી. તેમણે આરોપ લગાવ્યો કે 'માં, માટી માનુષ (માં, ભૂમિ અને લોકો)' ના નામ પર ચૂંટણી જીતી પરંતુ છેલ્લા એક દાયકામાં પાર્ટીની મહિલાઓને હેરાન કરવા, ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરવા, તાનાશાહી અને તુષ્ટીકરણની રાજનીતિ સામેલ રહી. તેમણે કહ્યું, 'મને જણાવવામાં આવ્યું કે, મમતા બેનર્જી હવે ચંડી પાઠ કરી રહ્યાં છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં તમે અલ્પસંખ્યકોના તુષ્ટીકરણમાં સામેલ રહ્યાં છો. તમે રાજ્યમાં સરસ્વતી પૂજા બંધ કરી દીધી અને દેવી દુર્ગા વિસર્જન પર પ્રતિબંધ લગાવી દીધો હતો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More