Home> India
Advertisement
Prev
Next

Uniform Civil Code: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને ધામી સરકારનો મોટો નિર્ણય, બનાવી કમિટી

Uniform Civil Code: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પ્રથમ કેબિનેટની બેઠકમાં સમાન નાગરિક સંહિતાને લઈને કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. 
 

Uniform Civil Code: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને ધામી સરકારનો મોટો નિર્ણય, બનાવી કમિટી

દેહરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ પુષ્કર સિંહ ધામીએ આજે પ્રથમ કેબિનેટની બેઠક યોજી હતી. પુષ્કર સિંહ ધામીએ પ્રથમ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવા માટે એક નિષ્ણાંત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે. 

fallbacks

સમિતિમાં કાયદા નિષ્ણાંત સામેલ થશે. મુખ્યમંત્રી ધામીએ કહ્યુ કે અમ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા) લાગૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે કેબિનેટે સર્વસંમત્તિથી આ નિર્ણય લીધો છે. આમ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય છે. 

શું છે યુનિફોર્મ સિવિલ કોડ
યુનિફોર્મ સિવિલ કોડનો અર્થ થાય છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો. ભલે વ્યક્તિ ગમે તે ધર્મ કે જાતિનો કેમ ન હોય. સમાન નાગરિક સંહિતામાં લગ્ન, છૂટાછેડા અને જમીન/સંપત્તિની વહેંચણીમાં તમામ ધર્મો માટે એક કાયદો લાગૂ થશે. આ એક પંથ નિરપેક્ષતા કાયદો જે તમામ માટે એક સમાન રૂપથી લાગૂ થાય છે. 

આ પણ વાંચોઃ યોગી આદિત્યનાથે જણાવ્યો યુપીના વિકાસનો પ્લાન, કેન્દ્રીય નેતૃત્વનો માન્યો આભાર  

સંગઠને મુખ્યમંત્રી ધામીને સોંપ્યો દ્રષ્ટિ પત્ર
ધામી સરકારની પ્રથમ કેબિનેટમાં ભારતીય જનતા પાર્ટી સંગઠને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને સરકારનો દ્રષ્ટિ પત્ર સોંપ્યો છે. પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક અને પ્રદેશ મહામંત્રી સંગઠન અજેય કુમારે મુખ્યમંત્રીને દ્રષ્ટિ પત્ર સોંપ્યો છે. પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે કહ્યુ કે, જનતાએ ભાજપ અને ભાજપના દ્રષ્ટિ પત્ર પર વિશ્વાસ કર્યો છે અને સરકાર તેના પર ખરી ઉતરશે. 

તેમણે કહ્યું કે યુવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં મંત્રીમંડળના સભ્યો રાજ્યને પ્રગતિની દિશામાં લઈ જવા માટે વધુ ઉર્જાથી કાર્ય કરશે. આ તકે પ્રદેશ મહામંત્રી સુરેશ ભટ્ટ સહિત તમામ મંત્રી હાજર રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More