Home> India
Advertisement
Prev
Next

રસીની અછત વચ્ચે વેક્સિનેશનની રણનીતિમાં ફેરફાર, સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આપી સૂચના

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યુ- વેક્સિનનો બીજો ડોઝ લગાવનારાને રાજ્ય સરકારો પ્રાથમિકતાના આધાર પર આ કામ નક્કી કરે. 

રસીની અછત વચ્ચે વેક્સિનેશનની રણનીતિમાં ફેરફાર, સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આપી સૂચના

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ (Corona cirisi) વચ્ચે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહો છે. પરંતુ આ સમયે વેક્સિનેશન અભિયાનમાં સૌથી મોટી મુશ્કેલ પૂરતી માત્રામાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ન હોવાની છે. આ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનનો બીજો ડોઝ લેનારાને રાજ્ય સરકાર પ્રાથમિકતા આપે. 

fallbacks

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યુ- વેક્સિનનો બીજો ડોઝ લગાવનારાને રાજ્ય સરકારો પ્રાથમિકતાના આધાર પર આ કામ નક્કી કરે. બીજો ડોઝ લગાવનારા મોટી સંખ્યામાં રાહ જોઈ રહ્યાં છે, તેને સૌથી પહેલા જોવાની જરૂર છે. 

રાજેશ ભૂષણે કહ્યુ- આ વિશે રાજ્ય સરકારોને કેન્દ્રથી મળનારી ફ્રી ઓછામાં ઓછી 70 ટકા વેક્સિનને રિઝર્વ બીજા ડોઝ માટે રાખી શકે છે, જ્યારે બાકી 30 ટકા વેક્સિન પ્રથમ ડોઝની આપી શકાય છે.

આ પણ વાંચોઃ Corona Crisis: વધુ એક રાજ્યમાં 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

એક દિવસમાં નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,29,942 દર્દીઓ નોંધાયા છે આ સાથે જ કુલ કેસની સંખ્યા  2,29,92,517 પર પહોંચી છે. હાલ દેશમાં કોરોનાના 37,15,221 એક્ટિવ કેસ છે. એક દિવસમાં કોરોનાથી 3876 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુનો આંકડો 2,49,992 પર પહોંચી ગયો છે. જોકે આ બધા વચ્ચે સારા સમાચાર એ છે કે કોરોનાના નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધેલી જોવા મળી છે. કોરોનાના એક દિવસમાં 3,29,942 કેસ નોંધાયા જેની સામે એક દિવસમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા 3,56,082 છે. આ સાથે અત્યાર સુધીમાં 1,90,27,304 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 17,27,10,066 લોકોનું રસીકરણ કરાયું છે.

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More