Home> India
Advertisement
Prev
Next

Narayan Rane ના પુત્રએ મનોજ બાજપેયીની ફિલ્મની ક્લિપ શેર કરીને Shiv Sena ને આપ્યો કડક સંદેશ

કંકાવલી વિધાનસભા બેઠકથી વિધાયક નીતિશ રાણેએ ફિલ્મ રાજનીતિની એક ક્લિપ ટ્વિટર પર શેર કરી છે. તેમણે વીડિયોની સાથે કોઈ કેપ્શન આપી નથી પરંતુ આ વીડિયો તેમના તરફથી શિવસેના માટે એક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. 

Narayan Rane ના પુત્રએ મનોજ બાજપેયીની ફિલ્મની ક્લિપ શેર કરીને Shiv Sena ને આપ્યો કડક સંદેશ

મુંબઈ: ભારત સરકારમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ (Minister of Micro, Small and Medium Enterprises) મંત્રી નારાયણ રાણેની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ મંગળવારે ધરપકડ કરી લેવામાં આવી. જો કે ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ બાબાસાહેબ શેખ પાટિલની કોર્ટે તેમને જામીન આપી દીધા. જામીન મળ્યા બાદ નારાયણ રાણે રાયગઢથી રાતે 12 વાગે મુંબઈ જવા માટે રવાના થયા હતા અને સવારે 5 વાગે જૂહુ સ્થિત પોતાના બંગલે પહોંચ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસની સાત દિવસના રિમાન્ડની માગણી ફગાવતા જામીન આપ્યા. હવે આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને નારાયણ રાણેના પુત્ર નીતેશ રાણેએ એક મૂવી ક્લિપ શેર કરીને શિવસેનાને જવાબ આપ્યો છે. 

fallbacks

રાજનીતિ ફિલ્મની ક્લિપ શેર કરી
કંકાવલી વિધાનસભા બેઠકથી વિધાયક નીતિશ રાણેએ ફિલ્મ રાજનીતિની એક ક્લિપ ટ્વિટર પર શેર કરી છે. તેમણે વીડિયોની સાથે કોઈ કેપ્શન આપી નથી પરંતુ આ વીડિયો તેમના તરફથી શિવસેના માટે એક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. 

'મળશે જડબાતોડ જવાબ'
નીતિશ રાણેએ જે મૂવી ક્લિપ શેર કરી છે તેમાં ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયી જોવા મળી રહ્યા છે અને કહે છે કે 'આકાશ સામે થૂંકનારા એ ન ભૂલો કે એ થૂંક તમારા ઉપર જ પડશે. જડબાતોડ જવાબ મળશે, જડબાતોડ જવાબ મળશે.'

નારાયણ રાણેના આ નિવેદનથી શરૂ થયો વિવાદ
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં કોરોનાથી એક લાખ 57 હજાર લોકો મરી ગયા તે આમના કારણે (ઉદ્ધવ ઠાકરે) રસી નહી, આ નહીં, ડોક્ટર નહીં, સ્ટાફ નહીં, રાજ્યની હાલત ખરાબ છે, મહારાષ્ટ્રની સ્વાસ્થ્ય વિભાગની સ્થિતિ ગંભીર છે. તેને બોલવાનો હક છે, બગલમાં એક સેક્રેટરી રાખો અને તેને પૂછો, તે દિવસે નહતા પૂછી રહ્યા કે દેશને આઝાદ થયાને કેટલા વર્ષ થઈ ગયા. અરે હિરક મહોત્સવ છે કે શું, હું હોત તો કાનની નીચે બજાવત, આ શું દેશનો સ્વતંત્રતા દિવસ છે અને તેમને ખબર નથી.'

DNA Analysis: 18 વર્ષ પહેલા શરૂ થઈ હતી નારાયણ રાણે- ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજનીતિક દુશ્મની, જાણો સમગ્ર કહાની

3 અલગ અલગ જગ્યાએ એફઆઈઆર નોંધાઈ
નારાયણ રાણેના આ નિવેદન પર મહારાષ્ટ્રમાં ત્રણ અલગ અલગ જગ્યાએ એફઆઈઆર નોંધાઈ છે. જ્યારે તેમની રત્નાગિરિ જિલ્લાથી ધરપકડ  કરાઈ  ત્યારે તેઓ ભોજન કરી રહ્યા હતા પરંતુ પોલીસે કાર્યવાહીમાં જરાય વાર લગાડી નહીં. નારાયણ રાણે ભારત સરકારમાં મંત્રી હોવાની સાથે સાથે મહારાષ્ટ્રના મોટા નેતા પણ છે. 

સામના દ્વારા શિવસેનાએ પણ કર્યો વાર
રાણેને જામીન મળ્યા બાદ શિવસેનાએ સામનામાં સંપાદકીય દ્વારા તેમના પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. રાણે વિશે  પોતાના ઈરાદા પણ વ્યક્ત કર્યા. 

ભાજપે પણ આપી ચેતવણી
રાણેની ધરપકડ બાદથી જ ભાજપ પણ ઉદ્ધવ સરકાર પર સતત આકરા પ્રહાર કરી રહ્યો છે. ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ ટ્વીટમાં લખ્યું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ બંધારણીય મૂલ્યોનું હનન છે. આ પ્રકારની કાર્યવાહીથી અમે ન તો ડરીશું, ન દબાઈશું. ભાજપને જન આશીર્વાદ યાત્રામાં મળી રહેલા અપાર સમર્થનથી લોકો પરેશાન છે. અમે લોકતાંત્રિક ઢબે લડતા રહીશું. યાત્રા ચાલુ રહેશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More