Home> India
Advertisement
Prev
Next

Rajya Sabha Bypolls: કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને એલ મુરુગન રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને સોમવારે અસમથી રાજ્યસભા માટે નિર્વિરોધ વિજેતા જાહેર કરવામાં આવ્યા.

Rajya Sabha Bypolls: કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને એલ મુરુગન રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા

નવી દિલ્હીઃ Rajya Sabha Bypolls: કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ (Sarbananda Sonowal), કેન્દ્રીય મંત્રી એલ મુરૂગન (L Murugan) અને તૃણમૂલ કોંગ્રેસના સુષ્મિતા દેવ (Sushmita Dev) રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલને સોમવારે અસમથી રાજ્યસભા માટે નિર્વિરોધ વિજેતા જાહેર કરવામાં આવ્યા. અસમની આ સીટ માટે સોનોવાલ એકમાત્ર ઉમેદવાર હતા અને નામ પરત લેવાના છેલ્લા દિવસે ચૂંટણી અધિકારીએ તેમને સંસદના ઉપલા ગૃહ માટે ચૂંટાયેલા જાહેર કર્યા છે. એલ મુરૂગનને મધ્યપ્રદેશથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા છે. તો પાછલા મહિને કોંગ્રેસથી ટીએમસીમાં સામેલ થયેલા સુષ્મિતા દેવને પશ્ચિમ બંગાળથી રાજ્યસભા માટે નિર્વિરોધ ચૂંટાયા છે. 

fallbacks

અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે જે સીટથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી, તે અસમ વિધાનસભા અધ્યક્ષ બિસ્વજીત ડેમરીના ઉપલા ગૃહમાંથી રાજીનામુ આપવાને કારણે ખાલી થઈ હતી. ડેમરીએ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યું હતું. 

આ પણ વાંચોઃ અમારૂ ભારત બંધ સફળ, કિસાનોનું ભરપૂર સમર્થન મળ્યુંઃ રાકેશ ટિકૈતનો દાવો

મધ્યપ્રદેશની રાજ્યસભા સીટ થાવરચંદ ગેહલોતના રાજીનામાને કારણે આ વર્ષે જુલાઈમાં ખાલી થઈ હતી. ગેહલોતને જુલાઈમાં કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા, જેથી તેમણે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. મુરૂગન તમિલનાડુના રહેવાસી છે, જેમને હાલમાં પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીપરિષદમાં સામેલ કર્યા હતા. 

ટીએમસીએ પાછલા સપ્તાહે સુષ્મિતા દેવને પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, જે કોંગ્રેસ છોડી પાર્ટીમાં સામેલ થયા હતા. પશ્ચિમ મેદિનીપુરના સબાંગથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ટીએમસીના માનસ ભૂંઇયાએ રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More