ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં અત્યારે પાસપોર્ટ પછી સૌથી વિશ્વસનીય ડોક્યુમેન્ટ છે તો એ આધારકાર્ડ છે. માત્ર આધાર કાર્ડની મદદથી વ્યક્તિની તમામ માહિતી, ઘરનું એડ્રેસ, ફોન નંબર સહિત તમામ માહિતી આધાર કાર્ડમાં મળી રહે છે. કોઈ પણ નવો ડોક્યુમેન્ટ બનાવવો હોય, કોઈ ખરીદી કરવી હોય, ભારતમાં પ્રવાસે જવું હોય તો આધાર કાર્ડ એક ઓળખ પત્ર તરીકે સૌથી વધારે માન્ય છે. તેવામાં જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ જાય તો શું કરશો. ચાલો જાણીએ નવુ આધાર કાર્ડ કઢાવવાની સરળ રીત જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ જાય તો સૌથી પહેલા UIDAI વેબસાઈટ પર જાઓ અને આધાર પ્રિન્ટ માટે રિક્વેસ્ટ ક્રીએટ કરી શકો છો. આધાર પ્રિન્ટ સર્વિસ માટે ચાર્જ 50 રૂપિયા છે. પેમેન્ટ પછી યુઝર્સને આધાર કાર્ડની હાર્ડ કોપી મોકલવામાં આવે છે.
Budget 2021: જાણો બજેટમાં આટલી આવકવાળા લોકોને મળી શકે છે મોટી છૂટ
શું છે સમગ્ર પ્રક્રિયા?
જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ જાય તો સૌથી પહેલા https://uidai.gov.in/ આધાર કાર્ડ મેળવવાનું રહેશે. આ વેબસાઈટ પર જઈને સૌથી પહેલા My Aadharમાં જાઓ. ત્યાર પછી Get Aadharની અંદર Retrieve Lost or Forgotten EID/UIDનો વિકલ્પ પસંદ કરો. આ વિકલ્પમાં આપને 12 અંકોનો આધાર નંબર અથવા તો 16 અંકોનો વર્ચ્યૂલ આઈડેન્ટિફિકેશન નંબર નાખવો પડશે જેની મદદથી આધાર કાર્ડ પ્રિન્ટ કરાવી શકો છો.
PF News: વધી જશે EPFO ની મર્યાદા, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને થશે ફાયદો
આધાર નંબર નાખ્યા પછી આપને પોતાનું નામ, મોબાઈલ નંબર અથવા તો પછી E-Mail એડ્રેસ નાખવાનું રહેશે. કેપ્ચા વેરીફીકેશન કર્યા પછી નવા આધાર કાર્ડની પ્રક્રિયા શરૂ થશો. તમામ માહિતી નાખ્યા પછી તમારા મોબાઈલ પર કે પછી E-Mail એડ્રેસ પર OTP નાખવાનું ઓપશન મળશે. OTP નાખ્યા પછી તમારુ નવુ આધાર કાર્ડ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે