Home> India
Advertisement
Prev
Next

મસૂદ અઝહર 'વૈશ્વિક આતંકી' જાહેર થતા મનમોહન સિંહ થઈ ગયા ખુશ, જાણો શું કહ્યું?

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને બુધવારે વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દીધો છે. ભારત માટે આ એક મોટી કૂટનીતિક જીત મનાઈ રહી છે.

મસૂદ અઝહર 'વૈશ્વિક આતંકી' જાહેર થતા મનમોહન સિંહ થઈ ગયા ખુશ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને બુધવારે વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દીધો છે. ભારત માટે આ એક મોટી કૂટનીતિક જીત મનાઈ રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા મામલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે મને ખુબ આનંદ છે. આખરે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો. સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ હેઠળ તેને બ્લેક લિસ્ટમાં નાખવાના એક પ્રસ્તાવ પર ચીન દ્વારા ટેક્નિકલ રોક હટાવવામાં આવ્યા બાદ આ કાર્યવાહી થઈ. 

fallbacks

વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીતથી પાકિસ્તાનના હોશ ઉડ્યા, મસૂદ પર આપ્યું મોટું નિવેદન

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં લેવાયેલા આ નિર્ણયની જાણ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધી સૈયદ અકબરુદ્દીને કહી હતી. તેમણે જણાવ્યું કે, "આજે અત્યંત મહત્વની સફળતા મળી છે. આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ માટે પ્રયાસ કરી રહ્યા હતા. આજે એ ધ્યેયમાં સફળતા મળી છે."

જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કારાયાની સાથે જ હવે તે દુનિયાના એક પણ દેશની યાત્રા કરી શકશે નહીં, તેની તમામ સંપત્તિ જપ્ત થઈ જશે અને હથિયારો સુધી પણ તેની પહોંચ સમાપ્ત થઈ જશે. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોએ પોતાના હથિયાર, તેના નિર્માણનું પદ્ધતિ, સ્પેર પાર્ટ્સ સહિત હથિયારો સાથે સંકળાયેલી એક પણ વસ્તુનું વેચાણ કે તેના સુધીની પહોંચ પર પ્રતિબંધ મુકવાનો રહેશે.

જુઓ LIVE TV

ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિમાં ફેબ્રુઆરીમાં આ પ્રસ્તાવ રજુ કરાયો હતો. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષા દળો પર 14 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશના આતંકીએ બર્બર હુમલો કર્યો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. ચીને આ પ્રસ્તાવ પર ટેક્નિકલ રોક લગાવી હતી જે હટાવી લેતા મસૂદ વૈશ્વિક આતંકી જાહેર થયો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More