Home> India
Advertisement
Prev
Next

અયોધ્યા ચૂકાદા પર વાંધાજનક પોસ્ટ કરનાર 99ની ધરપકડ, 65 વિરૂદ્ધ કેસ દાખલ

અયોધ્યા (Ayodhya) મામલે આવેલા સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચૂકાદાને ધ્યાનમાં રાખતાં યૂપી પોલીસ (UP Police)એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને અફવાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં જાગૃતતાપૂર્વક કામ કર્યું છે. તેના હેઠળ પોલીસે રાજ્યમાં 99 લોકોની ધરપકડ અને 65 કેસ નોંધવામાં આવ્યા છે.

અયોધ્યા ચૂકાદા પર વાંધાજનક પોસ્ટ કરનાર 99ની ધરપકડ, 65 વિરૂદ્ધ કેસ દાખલ

નવી દિલ્હી: અયોધ્યા (Ayodhya) મામલે આવેલા સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચૂકાદાને ધ્યાનમાં રાખતાં યૂપી પોલીસ (UP Police)એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને અફવાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં જાગૃતતાપૂર્વક કામ કર્યું છે. તેના હેઠળ પોલીસે રાજ્યમાં 99 લોકોની ધરપકડ અને 65 કેસ નોંધવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસના ડીજીપી કાર્યાલયે આ જાણકારી આપી હતી. 

fallbacks

હરિયાણામાં આવતીકાલે ભાજપ-જેજેપી સરકારના મંત્રીઓ લેશે શપથ ગ્રહણ

ડીજીપી ઓપી સિંહ (OP Singh)ના કાર્યાલયના અનુસાર, અયોધ્યાના ચૂકાદાને ધ્યાનમાં રાખતાં સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ કરવાને લઇને 12 નવેમ્બર સુધી 99 લોકોની ધરપકડ કરવામાં આવી અને 65 લોકો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત 13,016 સોશિયલ મીડિયા પોસ્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરતાં તેમના વિરૂદ્ધ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને તેને ડિલેટ કરાવવામાં આવી હતી.

રાજ્યપાલ કોશ્યારીના નિર્ણય વિરૂદ્ધ શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે !

ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક ઓપી સિંહે પહેલાં જ જણાવ્યું હતું કે મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોના રિપોટરો પર નજર રાખવા માટે રાજ્યમાં પહેલીવાર ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (ઇઓસી)ની સ્થાપના કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસ બળે અનૈતિકતા રોકવા માટે કલમ 144 લાગૂ કરવા જેવા નિષેધાત્મક પગલાં ભર્યા, સાથે જ સંવેદનશીલ અને વ્યસ્ત બજારોમાં પેટ્રોલિંગ કરી અસાજિક તત્વોને સખત સંદેશ પણ આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More