Home> India
Advertisement
Prev
Next

UP Polls 2022: 100 દિવસ, 100 કાર્યક્રમ... UP ચૂંટણી જીતવા માટે ભાજપે બનાવ્યો મેગાપ્લાન

ભાજપે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે દિલ્હીમાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે એક મહત્વની બેઠક મળી હતી. 

UP Polls 2022: 100 દિવસ, 100 કાર્યક્રમ... UP ચૂંટણી જીતવા માટે ભાજપે બનાવ્યો મેગાપ્લાન

નવી દિલ્હીઃ Uttar Pradesh Polls 2022: ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને બધી પાર્ટીઓએ કમર કસી રહી છે. સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) પણ પોતાના પાછલા પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માટે તૈયાર છે. આ વચ્ચે યૂપી ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે દિલ્હીમાં પાર્ટીની સંગઠનાત્મક બેઠકમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સામેલ થયા હતા. બેઠકમાં ઉત્તર પ્રદેશ પાર્ટીના પ્રભારી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહ, સંગઠન સચિવ બીએલ સંતોષ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, કેન્દ્રીય મંત્રી તથા પાર્ટીના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને સંગઠન સચિવ સુનીલ બંસલ પણ હાજર રહ્યા હતા. 

fallbacks

દરેક મતદાતા સુધી પહોંચવા માટે સંગઠન, તેની કેડર અને નેતાઓને સામેલ કરવા માટે રણનીતિઓ અને કાર્યક્રમને અંતિમ રૂપ આપવા માટે બેઠકનું આયોજન થયું હતું. પાર્ટી મહત્વપૂર્ણ ચૂંટણી પહેલા લગભગ 100 દિવસમાં 100 કાર્યક્રમ શરૂ કરવા તૈયાર છે. મતદાનથી 100 દિવસ પહેલા મતદાતાઓને જોડવાના પાર્ટીના મહત્વકાંક્ષી કાર્યક્રમની વિગતને બેઠકમાં અંતિમ રૂપ આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ Lakhimpur Kheri Violence: આશીષ મિશ્રાના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર  

ભાજપ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓની સાથે મતદાતાઓ સુધી પહોંચવા માટે એક વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી રહી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ- દરેક મોર્ચાને વિધાનસભાવાર પોતાના કાર્યક્રમો અને બેઠકોને પૂરી કરવા માટે થોડા દિવસનો સમય આપવામાં આવશે. દરેક મોર્ચાએ દરેક વિધાનસભા ક્ષેત્ર સુધી પહોંચવાનું છે. 

સૂત્રોએ કહ્યું કે, પેજ પ્રમુખ સંમેલન મંડલવાર, છ ક્ષેત્રોમાં સભ્ય અભિયાન, કમલ દિવાળી, દરેક બુથ પર 100 સભ્યોને સામેલ કરવા અને પાછલી ચૂંટણીમાં ભાજપે હારેલી 81 સીટો પર રેલીઓ સહિત કાર્યક્રમોની એક યાદી છે. આ સાથે વિપક્ષ દ્વારા હિન્દુ મતોના વિભિન્ન વર્ગોને વિભાજીત કરવા સમાજના પસંદગીના વર્ગો માટે કાર્યક્રમોને પણ અંતિમ રૂપ આપવાના પ્રયાસો પર ચર્ચાને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ PM મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે ફોન પર કરી વાત, આ મહત્વના મુદ્દે થઈ ચર્ચા

રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં થયેલી બેઠકોમાં આ કાર્યક્રમને શરૂ કરવાના નિર્ણયને અંતિમ રૂપ આપવામાં આવ્યું. આ બેઠક બાદ પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વને જાણકારી આપવા માટે યૂપીના નેતાઓ દિલ્હી આવ્યા છે. યૂપીની ચૂંટણી આગામી વર્ષની શરૂઆતમાં યોજાશે. 

હાલમાં, 110 વિધાનસભા મતવિસ્તારો છે જ્યાં મુસ્લિમ મતદારો લગભગ 30-39 ટકા છે. 44 બેઠકોમાં આ ટકાવારી વધીને 40-49 થઈ ગઈ, જ્યારે 11 બેઠકોમાં મુસ્લિમ મતદારો 50-65 ટકાની આસપાસ છે. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 312 વિધાનસભા બેઠકો જીતી હતી. 403 સભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ 39.67 ટકા મત મેળવ્યા હતા. તે જ સમયે, સમાજવાદી પાર્ટીને 47 બેઠકો, બસપાને 19 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસે માત્ર સાત બેઠકો જીતી શકી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More