Home> India
Advertisement
Prev
Next

ગેરકાયદેર ધર્મ પરિવર્તન કેસમાં યૂપી ATS ની મોટી કાર્યવાહી, મૌલાના ઉમર ગૌતમના પુત્રની ધરપકડ

પાછલા દિવસોમાં યૂપીમાં ધર્મ પરિવર્તનના કેસમાં કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશ પોલીસે તે ખુલાસો કર્યો કે કઈ રીતે પ્રદેશમાં બળજબરી પૂર્વક હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. 

ગેરકાયદેર ધર્મ પરિવર્તન કેસમાં યૂપી ATS ની મોટી કાર્યવાહી, મૌલાના ઉમર ગૌતમના પુત્રની ધરપકડ

નવી દિલ્હીઃ ગેરકાયદેસર ધર્મ પરિવર્તનના મામલામાં ઉત્તર પ્રદેશ ATS એ કાર્યવાહી કરી છે. મૌલાના ઉમરક ગૌતમના પુત્ર અબ્દુલ્લાની યૂપી એટીએસે ધરપકડ કરી છે. 21 જૂનના રોજ યૂપી એટીએસે ગેર કાયદેસર ધર્માંતરણ મામલામાં બે મૌલાનાઓની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં મોટા ખુલાસા થયા હતા. આ મામલામાં સતત યૂપી એટીએસની ટીમ કાર્યવાહી કરી રહી છે. 

fallbacks

ધર્મ પરિવર્તન માટે ચાલી રહ્યું હતું મોટુ રેકેટ
ધર્મ પરિવર્તન મામલામાં ધરપકડ કરાયેલા મૌલાના ઉમર ગૌતમનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે ધર્માંતરણ માટે દેશભરમાં 60થી વધુ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યાં છે, જેનું યૂપી, દિલ્હી, હરિયાણામાં નેટવર્ક છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ આ રેકેટ ચાલી રહ્યું છે. સાયલન્ટ જેહાદના નામથી ધર્માંતરણ થાય છે. યૂપી એટીએસ મૌલાના ઉમરની ધરપકડ બાદ અબ્દુલ્લાને શોધી રહી હતી. 

આ પણ વાંચોઃ ચૂંટણીનો દબાવઃ હવે પંજાબ સરકારે લોકોને આપી રાહત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

સરહદ પાર જોડાયેલા છે તાર
આ પહેલા યૂપીમાં ધર્મ પરિવર્તન કરાવવાના મામલામાં થયેલી કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશ પોલીસે તે ખુલાસો કર્યો હતો કે કઈ રીતે ઉત્તર પ્રદેશમાં બળજબરીથી હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. આ મામલામાં ધરપકડ કરાયેલા મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર કાસમી વિદેશી ફન્ડિંગ અને આીએસઆી ફન્ડિંગની મદદથી એક વર્ષમાં 350 લોકોનું ધર્માંતરણ કરાવી ચુક્યા છે. અત્યાર સુધી કુલ 1 હજાર લોકોનું ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ તેના પર છે. યૂપી એટીએસને પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બળજબરીથી ધર્મ પરિવર્તનના તાર સરહદ પાર જોડાયેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More