Home> India
Advertisement
Prev
Next

BJP ધારાસભ્યનું વિવાદિત નિવેદન, રાહુલ-પ્રિયંકાની સરખામણી રાવણ-શૂર્પણખા સાથે કરી

ભાજપ ધારાસભ્યએ કહ્યું કે આ વખતે ચૂંટણીમાં રાહુલ ગાંધી રાવણની ભૂમિકામાં છે ત્યારે નરેન્દ્ર મોદી રામની ભૂમિકામાં છે. તેમણે કહ્યું કે સ્વિકારીને ચાલજો કે લંકા વિજય થઇને રહેશે.

BJP ધારાસભ્યનું વિવાદિત નિવેદન, રાહુલ-પ્રિયંકાની સરખામણી રાવણ-શૂર્પણખા સાથે કરી

નવી દિલ્હી: પોતાના નિવેદનોને લઇને હમેશાં વિવાદોમાં રહેતા ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહએ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. બલિયા જિલ્લાની બૈરિયા બેઠકથી ધારાસભ્ય આ વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સખામણી રાવણ સાથે કરી છે જ્યારે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને શૂર્પણખા જણાવી છે. આ સાથે જ તેઓએ કોંગ્રેસને તૂટેલી બોટ જણાવી હતી. ભાજપ ધારાસભ્યએ કહ્યું કે આ વખતે ચૂંટણીમાં રાહુલ ગાંધી રાવણની ભૂમિકામાં છે ત્યારે નરેન્દ્ર મોદી રામની ભૂમિકામાં છે. તેમણે કહ્યું કે સ્વિકારીને ચાલજો કે લંકા વિજય થઇને રહેશે.

fallbacks

વધુમાં વાંચો: અયોધ્યા વિવાદ: 2.77 માંથી 0.313 એકરની જમીન જ વિવાદિત જગ્યા

ભાજપ ધારાસભ્યએ કહ્યું કે, ‘જે રીતે લંકા દહન પહેલા રાવણે તેમની બહેન (શૂર્પણખા)ને મોકલી હતી. તે જ પ્રકારે રાહુલ ગાંધીએ પણ યૂપીમાં તેમની બહેન પ્રિયંકાને મોકલી છે. તેનાથી કંઇ થશે નહીં મોદીની જીત નક્કી છે.’

fallbacks

વધુમાં વાંચો: મિશન UP: આજે લખનઉ-કાનપુર પહોંચશે અમિત શાહ, બૂથ અધ્યક્ષો સાથે કરશે સીધો સંવાદ

પ્રિયંકા ગાંધીને સિઝનલ અને માયાવતીને રિઝનલ નેતા જણાવ્યા
25 જાન્યુઆરી ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે પ્રિયંકા ગાંધી પર ફંદો કસતા તેમને સિઝનલ નેતા જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજનીતિમાં ત્રણ પ્રકારના નેતા હોય છે. સિઝનલ, રિઝનલ અને ઓરિઝનલ, જે ચૂંટણીથી 6 મહિના પહેલા રાજનીતિમાં સક્રિય થયા છે અને ત્યારબાદ ઇટલી જઇને રાજનીતિ કરે છે. તે સિઝનલ નેતા છે. તેમણે પ્રિયંકા ગાંધીને પણ સિઝનલ નેતા જણાવ્યા છે. ત્યારે માયાવતીને રિઝનલ નેતા જણાવ્યા કહ્યું કે, કેટલાક લોકો રાજનીતિમાં ગુના કરી અથવા રાજનીતિ કરે છે, જેમનો ઉદેશ્ય પૈસા જ કમાવવાનો છે, તે રિઝનલ નેતા છે.

વધુમાં વાંચો: ગાંધીજી પુણ્યતિથિ વિશેષ : 30 જાન્યુઆરી પહેલા અસંખ્યવાર તેમની હુમલા-હત્યાના પ્રયાસો કરાયા હતા

‘બીએસપી નેતા વેચાઉ માલ છે’
17 જાન્યુઆરીએ સુરેન્દ્ર સિંહએ કહ્યું હતું કે, સપા-બસપા ગઠબંધન બાદ બસપા સુપ્રીમો માયાવતીએ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણી બાદ પ્રધાનમંત્રીનું સપનું જોઇ રહી છે. તેમણે કહ્યું કે માયાવતી પ્રધાનમંત્રી શું ગ્રામ પ્રધાન પણ બની શકતી નથી. 2014માં યોજાયેલી લોકોસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ગત વખત બસપાએ ડબલ ઝીરો મેળવ્યા હતા, આ વખતે ઝીરો સ્ક્વેર મળશે.

fallbacks

વધુમાં વાંચો: દરેક વિસ્તાર પર સાંસદો ધ્યાન કેન્દ્રીત કરે, ગઠબંધન મારા પર છોડી દો: ઉદ્ધવ

ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ત્યાં ન રોકાતા તેમણે બસપાના નેતાઓ વેચાઉ જણાવ્યા અને દાવો કર્યો કે બસપાના લોકો માયાવતીથી ટિકિટ ખરીદી બે-ચાર ભાઇ ચૂંટણી જીતી પણ ગયા તો જીત પછી તેઓ પીએમ મોદીની સાથે આવી જશે, કેમકે તેઓ બધા વેચાઉ છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More