લખનઉ: ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ પરિષદ (UPMSP) દ્વારા રાજ્યના 24 જિલ્લાઓમાં 12માં ધોરણની અંગ્રેજીની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. પેપર લીક થવાની આશંકાના વચ્ચે યુપી માધ્યમિક શિક્ષણ પરિષદે પરીક્ષા ટાળવાનો નિર્ણય લીધો. હજુ જો કે બોર્ડ તરફથી પરીક્ષા ફરી ક્યારે લેવાશે તે અંગે કઈ સ્પષ્ટતા કરાઈ નથી. અત્રે જણાવવાનું કે અંગ્રેજીની પરીક્ષા આજે બપોરે 2થી સાંજે 5.15 વાગ્યા સુધી હતી.
પેપર લીકની આશંકાના પગલે UPMSP એ રાજ્યના 24 જિલ્લાઓમાં 12માં ધોરણની અંગ્રેજીની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો. જો કે અન્ય જિલ્લાઓમાં પરીક્ષાઓ આયોજિત કરાઈ છે. UPMSP તરફથી બહાર પાડવામાં આવેલી એક પ્રેસ રિલીઝ મુજબ આજે 30-2-22ની દ્વિતિય પાળીમાં ઈન્ટરમીડિએટની અંગ્રેજી વિષયની સિરીઝ 316 ઈ ડી અને 316 ઈ આઈના પ્રશ્નપત્ર લીકની આશંકાના પગલે 24 જિલ્લાની પરીક્ષા રદ્દ કરાઈ છે.
Delhi: CM કેજરીવાલના ઘર પર હુમલો, ગેટ પર રંગ ચોપડી દીધો, સિસોદિયાએ BJP પર લગાવ્યા આરોપ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ યુપી માધ્યમિક શિક્ષણ પરિષદની 12માં ધોરણની અંગ્રેજીની પરીક્ષા રદ્દ કરાઈ છે. કહેવાય છે કે આ મામલે માધ્યમિક શિક્ષણ મંત્રી ગુલાબ દેવીને તલબ કર્યા છે અને પેપર લીક મામલાની તપાસ એસટીએફને સોંપવામાં આવી છે.
પેટ્રોલના સતત વધતા ભાવથી દુ:ખી છો? નીતિન ગડકરી જે કારમાં બેસીને સંસદ પહોંચ્યા તેના વિશે ખાસ જાણો
આ જિલ્લાઓમાં રદ્દ થઈ પરીક્ષા
આગ્રા, મૈનપુરી, મથુરા, અલીગઢ, ગાઝિયાબાદ, બાગપત, બદાયુ, શાહજહાપુર, ઉન્નાવ, સીતાપુર, લલિતપુર, મહોબા, જાલૌન, ચિત્રકૂટ, આંબેડકર નગર, પ્રતાપગઢ, ગોન્ડા, ગોરખપુર, આઝમગઢ, બલિયા, વારાણસી, કાનપુર ગ્રામીણ, એટા, શામલી.
અત્રે જણાવવાનું કે આ વર્ષ યુપીમાં 10 માં અને 12માં ધોરણની પરીક્ષા માટે કુલ 51,92,689 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલું છે. જેમાંથી હાઈ સ્કૂલ પરીક્ષા માટે કુલ 27,81,654 વિદ્યાર્થીઓ છે જેમાંથી 15,53,198 છોકરાઓ અને 12,28,456 છોકરીઓ છે. જ્યારે ઈન્ટરમીડિએટ એટલે કે 12મા ધોરણની પરીક્ષામાં કુલ 24,11,035 વિદ્યાર્થીઓ સામેલ છે. જેમાંથી 13,24,200 છોકરા અને 10,86,835 છોકરીઓ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે