Home> India
Advertisement
Prev
Next

UP ના પ્રથમ મહિલા CM પોતાની સાથે સાઈનાઈડની કેપ્સ્યુલ લઈને ફરતા હતા, જાણીને હચમચી જશો

દેશમાં પહેલીવાર કોઈ મહિલા મુખ્યમંત્રીની ખુરશી પર ઉત્તર પ્રદેશમાં બિરાજમાન થયા હતા. જાણો તેઓ શાં માટે સાઈનાઈડ કેપ્સ્યુલ લઈને ફરતા હતા. 

UP ના પ્રથમ મહિલા CM પોતાની સાથે સાઈનાઈડની કેપ્સ્યુલ લઈને ફરતા હતા, જાણીને હચમચી જશો

નવી દિલ્હી: દેશમાં પહેલીવાર કોઈ મહિલા મુખ્યમંત્રીની ખુરશી પર ઉત્તર પ્રદેશમાં બિરાજમાન થયા હતા. દિલ્હીથી ભણેલા અને બીએચયુમાં પ્રોફેસર રહી ચૂકેલા સુચેતા કૃપલાણીએ જ્યારે સોશિયલ લીડર જે બી કૃપલાણી સાથે લગ્ન કર્યા તો ત્યારબાદ તેઓ રાજકારણમાં આવી ગયા. શરૂઆત તેમણે ભારત છોડો આંદોલનથી કરી હતી. જો કે રાજકારણમાં તેમની રાહ સરળ નહતી. પરંતુ સીએમની ખુરશી પર બેસવા માટે એક ખાસ કારણ તેમના માટે ફાયદાકારક નીવડ્યું. 

fallbacks

ચંદ્રભાનુ ગુપ્તાએ આગળ કર્યું હતું નામ
હકીકતમાં કોંગ્રેસ પોતાના કેટલાક નેતાઓના વધતા કદથી પરેશાન હતા. યુપીમાં અનેકવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા ચંદ્રભાનુ ગુપ્તાનું કદ એટલું વધી ગયું હતું કે કેટલાક નેતાઓ તો તેમને નહેરુ કરતા પણ ઉપર સમજવા લાગ્યા હતા. આવામાં યોજના બનાવવામાં આવી કે જૂના લોકોએ પોતાના પદ છોડવા પડશે જેથી કરીને દેશના દરેક રાજ્યમાં પાર્ટીને મજબૂત કરી શકાય. જેનાથી ચંદ્રભાનુ ગુપ્તા અને તેમનું આખું જૂથ નારાજ થઈ ગયું. ત્યારે ચૌધરી ચરણ સિંહ, કમલાપતિ ત્રિપાઠી વગેરેને પાછળ છોડવા માટે તેમણે સુચેતા કૃપલાણીનું નામ આગળ વધાર્યું. 

#ZeeOpinionPoll: ઉત્તરાખંડમાં આ વખતે કોની સરકાર? CM પદની રેસમાં કયા નેતા આગળ? ખાસ જાણો

સાઈનાઈડ લઈને ફરતા હતા
સુચેતા હરિયાણાના અંબાલામાં જન્મ્યા હતા અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત હતા. આઝાદીના સમયે નોઆખલીમાં થયેલા રમખાણો વખતે સુચેતા પણ ત્યાં ગયા હતા. નોઆખલીમાં તેઓ પોતાને એટલું અસુરક્ષિત મહેસૂસ કરતા હતા કે સાથે સાઈનાઈડ લઈને ફરતા હતા. તેમના પર લખાયેલા પુસ્તક 'ગ્રેટ વુમન ઓફ મોર્ડન ઈન્ડિયા' માં લખાયું છે કે તે સમયે નોઆખલીમાં મહિલાઓ સુરક્ષિત નહતા. આથી સુચેતા કૃપલાણી પણ ત્યાં પોતાની સાથે કોઈ અનહોનીના ડરથી સાઈનાઈડ લઈને ફરતા હતા. 

Corona Update: ભારતમાં કોરોનાના નવા કેસમાં 7% નો ઘટાડો, પોઝિટિવિટી રેટ પણ ઘટ્યો

બાદમાં તેમણે 1952 ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી લડી અને જીત્યા પણ ખરા. પરંતુ બાદમાં 1957માં તેઓ કોંગ્રેસમાં આવી ગયા અને નહેરુએ તેમને રાજ્યમંત્રી બનાવી દીધા. ત્યારબાદ તેઓ ગોંડાથી જીતીને સંસદ પહોંચ્યા. છેલ્લે 1963માં તેમને યુપીના સીએમની ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More