Home> India
Advertisement
Prev
Next

UP Election 2022: ગોરખપુરમાં બોલ્યા શાહ- વિપક્ષ ગમે એટલી મહેનત કરે, ભાજપને 300થી વધુ સીટો મળશે

Uttar Pradesh Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ગોરખપુરથી ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. આ પહેલા ભાજપ દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
 

UP Election 2022: ગોરખપુરમાં બોલ્યા શાહ- વિપક્ષ ગમે એટલી મહેનત કરે, ભાજપને 300થી વધુ સીટો મળશે

ગોરખપુરઃ Uttar Pradesh Assembly Elections 2022: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ  (Yogi Adityanath) ના ઉમેદવારી પત્ર ભરતા પહેલા આજે ગોરખપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  (Amit Shah) એક જનસભાને સંબોધિત કરી હતી. અમિત શાહે યુપીમાં એકવાર ભરી ભાજપ માટે 300 પારનો હુંકાર ભર્યો છે. અમિત શાહે કહ્યુ કે, આજે ઉત્તરપ્રદેશના ઈતિહાસમાં ફરી એકવાર ભાજપ ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યું છે. જનસભાને સંબોધન કર્યા બાદ યોગી આદિત્યનાથે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે અમિત શાહ હાજર રહ્યા હતા. 

fallbacks

અમિત શાહે કહ્યુ, 2014, 2017 અને 2019 ત્રણ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની જનતાએ મોદીજીના નેતૃત્વમાં યુપીના વિકાસનો રસ્તો તૈયાર કરી પ્રચંડ બહુમત આપ્યો છે. આજે યોગીજીની ઉમેદવારી નોંધાવવાની સાથે એકવાર ફરી ભાજપ 300ને પારના સંકલ્પ સાથે યૂપીમાં આગળ વધી રહ્યું છે. 

વિપક્ષ પર અમિત શાહનો હુમલો
વિપક્ષ પર હુમલો કરતા અમિત શાહે કહ્યુ- આજે વિપક્ષની પાસે કોઈ મુદ્દો નથી, તેને લાગે છે કે કોરોનાને કારણે સભાઓ સીમિત થઈ ગઈ છે, લોકોની વચ્ચે જવુ પડી રહ્યું નથી. તેને કહેવા ઈચ્છુ છું કે ભાઈ જે પ્રચાર કરવો છે તે કરી લો, ઉત્તર પ્રદેશની જનતા ભાજપની સાથે છે. ભાજપને ફરી 300ને પાર સીટો મળવાની છે.

અમિત શાહે કહ્યુ- 2 વર્ષ સુધી યોગી જીએ અહીં સુશાસનનો પાયો નાખવાનું કામ કર્યુ, તેને જોતા 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષ એક થઈને મહાગઠબંધન બનાવ્યું હતું. મેં ભુવનેશ્વરની કાર્યકારિણીમાં કહ્યુ હતુ કે જે બાકી છે તે પણ ભેગા થઈ જાય, અમે ફરી બે તૃતિયાંશ બહુમતથી સરકાર બનાવીશું. મોદીજીના નેતૃત્વમાં ફરી 65 સીટો આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More