લખનઉ: યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત દેખાઈ રહ્યા છે. આઝાદ સમાજ પાર્ટીના ચીફ ચંદ્રશેખર આઝાદ આજે (શુક્રવારે) સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મળવા પહોંચ્યા છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે દાવો કર્યો હતો કે તેઓ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સામે વિધાનસભા ચૂંટણી લડશે. જે સીટથી મુખ્યમંત્રી યોગી આદિત્યાનથ ઉમેદવારી ફોર્મ ભરશે, તેજ સીટ પર ચંદ્રશેખર આઝાદ તેમને પડકારશે.
જાણી લો કે પશ્ચિમ યુપીના બિજનૌર અને સહારનપુર જિલ્લામાં આઝાદ સમાજ પાર્ટીનું વર્ચસ્વ માનવામાં આવે છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આઝાદ સમાજ પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો.
પંજાબ કોંગ્રેસના 17 ધારાસભ્યોની ટિકિટ કાપવાનો નિર્ણય! CEC બેઠકમાં CMના નામની થઈ ચર્ચા
માનવામાં આવી રહ્યું છે કે ચંદ્રશેખર આઝાદ આજે અખિલેશ યાદવને મળી શકે છે અને સમાજવાદી પાર્ટી અને આઝાદ સમાજ પાર્ટીના ગઠબંધન અંગે વાત કરી શકે છે. આ સિવાય તેઓ અયોધ્યાથી સીએમ યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડવા અંગે પણ અખિલેશ યાદવ સાથે વાત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે