Home> India
Advertisement
Prev
Next

'કાકા ચાલ્યા ગયા તો બાબા પણ ચાલ્યા જશે', અયોધ્યામાં અખિલેશનો સીએમ યોગી પર હુમલો

UP Assembly Election 2022: ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે રાજકીય પાર્ટીઓ પોતાના વિરોધીઓ પર હુમલા કરી રહ્યાં છે. આજે અયોધ્યામાં અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યાં છે. 

'કાકા ચાલ્યા ગયા તો બાબા પણ ચાલ્યા જશે', અયોધ્યામાં અખિલેશનો સીએમ યોગી પર હુમલો

અયોધ્યાઃ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે રવિવારે અયોધ્યામાં ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપના નેતા હવે એબીસીડી શીખી રહ્યાં છે, હું તેમને કહેવા ઈચ્છું છું, જો કાકા જતા રહ્યા તો બાબા પણ જતા રહેશે. ( જો કાળા કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા તો યોગી જી પણ ચાલ્યા જશે).. તેમણે ઘણા નામ બદલી નાખ્યા, હવે તેમને બાબા બુલડોઝર નામ આપવામાં આવ્યું છે. 

fallbacks

આ બંધારણ બચાવવાની ચૂંટણી છે
અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ કે, આ સરકાર (ભાજપ સરકાર) બચાવવાની ચૂંટણી છે. બંધારણ બચાવવાની આ ચૂંટણી છે. આ ન માત્ર ઉત્તર પ્રદેશ પરંતુ દેશને સંદેશ આપવાનું કામ કરશે. 

ઉન્નાવ અને અયોધ્યામાં અખિલેશના નિશાને ભાજપ
આ પહેલાં અખિલેશ યાદવે ઉન્નાવમાં કહ્યુ હતુ કે લખીમપુરમાં કિસાનો પર ગાડી ચઢાવનારને ત્યાં બાબાજીની સરકાર બુલડોઝર ચલાવશે કે નહીં. તેમણે ત્રીજા તબક્કામાં ઈટાવાના સૈફઈમાં મતદાન કર્યા બાદ ઉન્નાવ અને અયોધ્યામાં જનસભાને સંબોધિત કરી હતી. 

આ પણ વાંચોઃ ભારતીય વિદ્યાર્થીઓ જલદીથી જલદી છોડે યુક્રેન, એમ્બેસીએ એડવાઇઝરી જાહેર કરી   

અખિલેશ યાદવે ભાજપ અને સીએમ યોગી આદિત્યનાથ પર હુમલો કરતા લોકોને અપીલ કરી કે આ ચૂંટણી બંધારણ બચાવવાની છે. સરકાર બનાવીને યુપીને ખુશીના માર્ગે લઈ જવાનું છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More