Home> India
Advertisement
Prev
Next

ચૂંટણીમાં યોગી સાથે લડશે બોલીવુડની બિકીની ગર્લ! કોંગ્રેસે માહોલ ગરમ કરવા હોટ મોડેલને મેદાનમાં ઉતારી!

બિકીની ગર્લ તરીકે જાણીતી હસ્તિનાપુરની રહેવાસી અર્ચના ગૌતમને પણ ચૂંટણીમાં ઉતારવામાં આવી છે. હવે બિકીની ગર્લ યોગી સાથે લડશે! કોંગ્રેસે પ્રખ્યાત હોટ મોડલને ટિકિટ આપી છે.

ચૂંટણીમાં યોગી સાથે લડશે બોલીવુડની બિકીની ગર્લ! કોંગ્રેસે માહોલ ગરમ કરવા હોટ મોડેલને મેદાનમાં ઉતારી!

નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂૂંટણીઓને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ-કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના રાજકીય પક્ષો પોત-પોતાનો ઝંડો ઉંચો રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમ્યાન હવે કોંગ્રેસે આ ચૂંટણીમાં ગ્લેમરનો તડકો લગાવ્યો છે. બિકીની ગર્લ તરીકે જાણીતી હસ્તિનાપુરની રહેવાસી અર્ચના ગૌતમને પણ ચૂંટણીમાં ઉતારવામાં આવી છે. હવે બિકીની ગર્લ યોગી સાથે લડશે! કોંગ્રેસે પ્રખ્યાત હોટ મોડલને ટિકિટ આપી છે.

fallbacks

fallbacks

ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તમામ ઉમેદવારો ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તે જ સમયે, જો કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો, કોંગ્રેસ પાર્ટીએ તેના 125 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 50 મહિલાઓનો સમાવેશ થાય છે જેમાં પ્રિયંકા ગાંધીએ નોઈડાથી પંખુરી પાઠક નામના ઉમેદવારને પસંદ કર્યા છે. બીજી તરફ બિકીની ગર્લ તરીકે જાણીતી હસ્તિનાપુરની રહેવાસી અર્ચના ગૌતમને પણ ચૂંટણીમાં ઉતારવામાં આવી છે.

fallbacks

બોલીવુડની બિકીની ગર્લ-
બોલિવૂડની બિકીની ગર્લ અર્ચના ગૌતમ નવેમ્બર 2021માં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે જોડાઈ હતી, ત્યારબાદ અર્ચના ગૌતમે કોંગ્રેસ માટે પ્રચાર શરૂ કર્યો છે. તો ત્યાં જ હવે અર્ચના વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેશે.

fallbacks

કોણ છે બિકીની ગર્લ-
બિકીની ગર્લ તરીકે જાણીતી અર્ચના ગૌતમ મૂળ યુપીના મેરઠની છે. અર્ચનાનો જન્મ 1 સપ્ટેમ્બર 1995ના રોજ મેરઠમાં થયો હતો.

fallbacks

અર્ચના ગૌતમ હાલમાં 27 વર્ષની છે, અર્ચના તેની મોડલિંગ અને એક્ટિંગ કરિયર પૂર્ણ કરવા માટે મુંબઈમાં રહેતી હતી. અર્ચનાએ 2015માં ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અર્ચના ગૌતમે મિસ બિકીની ઈન્ડિયા 2018નો ખિતાબ પણ જીત્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More