Home> India
Advertisement
Prev
Next

UP Election 2022: યોગી આદિત્યનાથે બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ, કોઈ CM નથી કરી શક્યા આ કામ!

યુપીમાં તમામ 403 બેઠકો પર મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળી ગયો છે. ત્યારબાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથ એકવાર ફરીથી સરકાર બનાવતા જોવા મળી રહ્યા છે.

UP Election 2022: યોગી આદિત્યનાથે બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ, કોઈ CM નથી કરી શક્યા આ કામ!

લખનૌ: યુપીમાં તમામ 403 બેઠકો પર મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળી ગયો છે. ત્યારબાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથ એકવાર ફરીથી સરકાર બનાવતા જોવા મળી રહ્યા છે. ફરીથી મુખ્યમંત્રી બનવાની સાથે જ યોગી આદિત્યનાથ ઈતિહાસ રચી નાખશે અને તેમના નામે અનેક રેકોર્ડ નોંધાઈ જશે. 

fallbacks

કાર્યકાળ પૂરો કરીને સત્તામાં આવનારા પહેલા સીએમ
યુપીમાં સરકાર બનાવવાની સાથે જ યોગી આદિત્યનાથ પહેલા એવા મુખ્યમંત્રી બનશે જે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ ફરીથી સત્તામાં આવશે. યુપીના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય બન્યું નથી. આ અગાઉ યુપીમાં અનેક મુખ્યમંત્રી ફરીથી સત્તામાં આવ્યા છે પરંતુ તેમાંથી કોઈએ પણ પહેલા 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નહતો. જેમાં સંપૂર્ણાનંદ, ચંદ્રભાનુ ગુપ્તા અને હેમવતી નંદન બહુગુણાના નામ સામેલ છે. 

UP Election Result 2022 Live: યુપીમાં ફરી એકવાર યોગી સરકાર!, ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમત

5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ સત્તામાં વાપસી
યોગી આદિત્યનાથ વર્ષ 2017માં યુપીના મુખ્યમંત્રી બન્યા હતા અને તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે. યોગી આદિત્યનાથ સતત બીજીવાર પોતાની પાર્ટીને સત્તા અપાવશે અને યુપીના ઈતિહાસમાં પહેલા એવા મુખ્યમંત્રી બનશે જેમના નેતૃત્વમાં 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ કોઈ પક્ષ ફરીથી સત્તામાં પાછો ફરી રહ્યો છે. 

Uttarakhand Election Result 2022 LIVE: ઉત્તરાખંડમાં ફરી એકવાર ભાજપની સરકાર!, જંગી લીડ સાથે આગળ

યોગી આદિત્યનાથ પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ ગોરખપુરથી મેદાનમાં છે. 2003 બાદ આ પહેલીવાર બનશે કે જ્યારે વિધાયક બન્યા બાદ કોઈ નેતા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ અગાઉ 2003માં મુલાયમ સિંહ યાદવ વિધાયક બન્યા બાદ મુખ્યમંત્રી બન્યા હ તા. ત્યારબાદ માયાવતી, અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ પોતે વિધાન પરિષદ દ્વારા મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચ્યા હતા. 

Punjab Election Results 2022 Live: પંજાબમાં ચાલી ગયો ઝાડુનો જાદુ, કોંગ્રેસ, અકાલી દળના દિગ્ગજ નેતાઓ પાછળ

સીએમ બનીને આ માન્યતા તોડશે
મુખ્યમંત્રી બનવાની સાથે જ યોગી આદિત્યનાથ એક મોટી માન્યતા પણ તોડશે જેમાં કહેવાતું હતું કે નોઈડા જનારા મુખ્યમંત્રીની સત્તામાં વાપસી થતી નથી. આ કારણથી અનેક મુખ્યમંત્રી નોઈડા જવાથી બચતા હતા પરંતુ યોગી આદિત્યનાથ એવા મુખ્યમંત્રી છે જે અનેકવાર નોઈડા ગયા અને તેમણે આ માન્યતાને પણ ફગાવી દીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More