Home> India
Advertisement
Prev
Next

UP Elections 2022:ઓવૈસીએ આ 2 પાર્ટીઓ સાથે કર્યું ગઠબંધન, કહ્યું- જીતશે તો બનશે 2 CM

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર જીત મેળવી રહેલી AIMIM પાર્ટીએ UP ની 2 પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે. AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ ઉત્તર પ્રદેશમાં બાબુ સિંહ કુશવાહાની જન અધિકાર પાર્ટી અને ભારત મુક્તિ મોરચા સાથે જોડાણની જાહેરાત કરી હતી.

UP Elections 2022:ઓવૈસીએ આ 2 પાર્ટીઓ સાથે કર્યું ગઠબંધન, કહ્યું- જીતશે તો બનશે 2 CM

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર જીત મેળવી રહેલી AIMIM પાર્ટીએ UP ની 2 પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે. AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ ઉત્તર પ્રદેશમાં બાબુ સિંહ કુશવાહાની જન અધિકાર પાર્ટી અને ભારત મુક્તિ મોરચા સાથે જોડાણની જાહેરાત કરી હતી.

fallbacks

2 મુખ્યમંત્રીનો આપ્યો વિશ્વાસ
ઓવૈસીએ કહ્યું, 'જો આ ગઠબંધન સત્તામાં આવશે તો 2 મુખ્યમંત્રી હશે, જેમાં એક OBC સમુદાયનો અને બીજો દલિત સમુદાયનો હશે. આ સિવાય ગઠબંધનમાંથી 3 નાયબ મુખ્યમંત્રી હશે, જેમાં મુસ્લિમ સમુદાયના લોકોને પણ સામેલ કરવામાં આવશે.

અમારી અને ભાજપ વચ્ચે યુપીની લડાઈ: કુશવાહા
તો બીજી તરફ, યુપીના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને જન અધિકાર પાર્ટીના વડા બાબુ સિંહ કુશવાહાએ કહ્યું કે હવે ઘણી બધી પાર્ટીઓ અમારી સાથે આવવા માંગે છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે આ ગઠબંધન આવ્યા બાદ હવે લડાઈ સપા અને ભાજપ વચ્ચે નહીં રહે, પરંતુ હવે લડાઈ ભાજપ અને અમારા મોરચા વચ્ચે થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More