લખનઉઃ Yogi Cabinet Expansion Update: યોગી મંત્રીમંડળનો વિસ્તાર આજે સાંજે થવા જઈ રહ્યો છે. આગામી છ મહિનામાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે સાત મંત્રીઓને શપથ અપાવવામાં આવશે. અત્યાર સુધી જે નામ સામે આવી રહ્યાં છે તેને જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે સંદેશ કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તારમાં પીએમ મોદીએ આપ્યો હતો, તે સંદેશ યોગી આપવા જઈ રહ્યા છે. સામાજિક સંતુલન એટલે કે જાણીય ગણિત બેસાડવાનો પ્રયાસ થવા જઈ રહ્યો છે.
મોદી મંત્રીમંડળ વિસ્તારમાં યૂપીથી સાત લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. મહારાજગંજથી સાંસદ પંકજ ચૌધરી, અપના દળના અનુપ્રિયા પટેલ, આગ્રાથી સાંસદ એસપી બધેલ, ભાનુ પ્રતાપ વર્મા, મોહનલાલગંજથી સાંસદ કૌશલ કિશોર, રાજ્યસભા સાંસદ બીએલ વર્મા અને લખીમપુર ખીરીથી સાંસદ અજય કુમાર મિશ્રાને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમાં એક બ્રાહ્મણ અને બાકી છ ઓબીસી કે દલિત સમાજ છે. ઓબીસી અને દલિત ચહેરાને પણ બિન-યાદવ અને બિન-જાટવને સામેલ કરવામાં આવ્યા હતા. પંકજ ચૌધરી અને અનુપ્રિયા પટેલ ઓબીસી કુર્મી સમાજથી છે. કૌશલ કિશોર પાસી સમાજમાંથી હતા. જાટવ બાદ ઉત્તર પ્રદેશમાં પાસી સમાજની મોટી વોટ બેંક છે. બપીએલ વર્મા લોધ (પછાત વર્ગ) સમાજથી આવે છે અને માનવામાં આવે છે કે લોધ સમુદાય પર તેમની સારી અસર છે. પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ પણ લોધ સમાજથી હતા. ભાનુ પ્રતાવ વર્મા દલિત છે.
સાંજે આ ધારાસભ્યો લઈ શકે છે શપથ
હવે યોદી મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં જે નામ સામે આવી રહ્યા છે તેમાં જિતિન પ્રસાદ, પલટૂ રામ, સંજય ગૌડ, સંગીતા બિંદ, દિનેશ ખટિક, ધર્મવીર પ્રજાપતિ અને છત્રપાલ ગંગવારનું નામ સામેલ છે. આ લોકોમાં પણ જિતિન પ્રસાદ બ્રાહ્મણ અને અન્ય ઓબીસી કે દલિત છે. સંજય ગૌડ જેવા આદિવાસી નેતાને પણ મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. સોનભદ્ર આદિવાસી વિસ્તારથી આવનાર સંજય પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે.
આ પણ વાંચોઃ PM મોદીનું અદભૂત મેનેજમેન્ટ: અમેરિકામાં 65 કલાકમાં 20 મીટિંગ, ફ્લાઈટમાં પણ કરી 4 લાંબી બેઠક
ધારાસભ્ય કોણ છે?
1. જિતિન પ્રસાદ: વિધાન પરિષદના સભ્ય, નિવાસી: શાહજહાંપુર
2. સંગીતા બિન્દ: ગાઝીપુર ધારાસભ્ય
3. છત્રપાલ ગેંગવોર: બહેરી ધારાસભ્ય, જિલ્લો બરેલી
4. પલ્તુ રામ: બલરામપુર ધારાસભ્ય
5. દિનેશ ખાટીક: ધારાસભ્ય હસ્તિનાપુર, મેરઠ
6. સંજય ગૌર: સોનભદ્ર ધારાસભ્ય
7. ધરમવીર પ્રજાપતિ: વિધાન પરિષદના સભ્ય, આગ્રાના રહેવાસી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે