Lands of Pakistani Citizens: ભારત અને પાકિસ્તાનને છૂટા પડ્યે 75 વર્ષ થઈ ગયા છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આઝાદી સમયે દેશ છોડીને પાકિસ્તાન ગયેલા લોકોની હજુ પણ ભારતમાં જમીન છે. એટલું જ નહીં અહીંની જમીનના દસ્તાવેજોમાં પણ પાકિસ્તાનીઓના નામ નોંધાયેલા છે. આ સાથે જ દેશનું નામ પણ પાકિસ્તાન લખેલું છે. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય હોય? આ મામલે હવે અધિકારીઓ તપાસમાં લાગ્યા છે.
મળતી માહિતી મુજબ આ મામલે કાનપુર ગ્રામીણના અકબરપુર તહસીલના બારા ગામનો છે. આ ગામના જમીન દસ્તાવેજોમાં અનેક પાકિસ્તાની લોકોના નામ છે. ડીએમના આદેશ પર હવે તહસીલ પ્રશાસન પાકિસ્તાનીઓના નામ છે તેવી જમીનની વિગતો તૈયાર કરી રહ્યું છે. ત્યારબાદ શત્રુ સંપત્તિ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
उत्तर प्रदेश: कानपुर देहात के बारा गांव में पाकिस्तान के नागरिकों के नाम पर ज़मीन दर्ज़ होने का मामला सामने आया है।
DM कानपुर देहात नेहा जैन ने बताया, "शत्रु संपत्ति से संबंधित बहुत से क़ानून हैं, इनका विधिवत परीक्षण होता है।" (1/2) pic.twitter.com/gqIgWFFau8
— ANI_HindiNews (@AHindinews) April 29, 2022
લોકોએ કબજો કરવા માંડ્યો
આઝાદી બાદ દેશના ભાગલા સમયે પાકિસ્તાન બન્યું તો અહીંના લોકો ત્યાં રહેવા જતા રહ્યા. તેમની જમીન હજુ પણ અહીં છે. અનેક વર્ષો સુધી આ જમીન ખાલી રહી પરંતુ વસ્તી વધતા કેટલાક લોકોએ તેના પર કબજો જમાવવાનો શરૂ કરી દીધો. જે લોકોના નામે આ જમીન છે તે હવે જીવિત છે કે નહીં તેની ખબર નથી. જમીન મામલે ફરિયાદ ન થવાથી અત્યાર સુધી કોઈએ તેના પર ધ્યાન ન આપ્યું.
કાનપુર ગ્રામીણના જિલ્લાધિકારી નેહા જૈને જણાવ્યું કે આ પ્રકારના મામલાની કોઈ જાણકારી નહતી. તેમણે આ પ્રકારની જમીનોનું નિરીક્ષણ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ જમીનોની તપાસ કરાવીને શાસન સ્તર ઉપર પણ માહિતગાર કરાવવામાં આવશે. હવે શત્રુ સંપત્તિ નિયમાવલી મુજબ કાર્યવાહી કરાશે.
Patiala Violence: પટિયાલા હિંસા પર સરકારની મોટી કાર્યવાહી, IG, SP અને SSP ની ટ્રાન્સફર
Power Crisis: દેશમાં અંધારપટનું જોખમ, 81 પાવર પ્લાન્ટ પાસે 5 દિવસ કરતા પણ ઓછો કોલસાનો સ્ટોક
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે