Home> India
Advertisement
Prev
Next

Viral Video: ગણેશજીની પૂજામાં હનુમાન બનીને ડાન્સ કરનારનું મોત, જુઓ અંતિમ પળનો વીડિયો

જાણકારી અનુસાર આ મામલો મૈનપુરી જિલ્લાના મહોલ્લા બંશી ગોહરાનો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઇ તમારા રૂવાડાં ઉભા થઇ જશે. ગણેશ પંડાલમાં નાચત નાચતાં 35 વર્ષની ઉંમરનો રવિ શર્માને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર ઢળી પડ્યો

Viral Video: ગણેશજીની પૂજામાં હનુમાન બનીને ડાન્સ કરનારનું મોત, જુઓ અંતિમ પળનો વીડિયો

Trending News: ઉત્તર પ્રદેશના મૈનપુરીથી એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે. જ્યાં ગણેશ પંડાલમાં નાચતાં નાચતાં હનુમાન બનેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. વ્યક્તિ હનુમાનજીના વેશમાં સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન આચાનક તે જમીન પડી ઢળી પડ્યો. પંડાલમાં બેઠેલા લોકો તાળી વાગડતાં રહ્યા. પરંતુ થોડીવાર બાદ જ્યારે લોકો હોસ્પિટલ લઇ ગયા તો ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. 

fallbacks

ડાન્સ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક
જાણકારી અનુસાર આ મામલો મૈનપુરી જિલ્લાના મહોલ્લા બંશી ગોહરાનો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઇ તમારા રૂવાડાં ઉભા થઇ જશે. ગણેશ પંડાલમાં નાચત નાચતાં 35 વર્ષની ઉંમરનો રવિ શર્માને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર ઢળી પડ્યો. લોકોને લાગ્યું કે તે ડાન્સનો ભાગ છે અને તે તાળી વગાડતાં રહે છે. પરંતુ ત્યાં સુધી તે વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી દે છે. 

ડોક્ટર્સે જાહેર કર્યો મૃત
જ્યારે મોડે સુધી વ્યક્તિ ઉઠ્યો નહી, તો સ્ટેજ પર ઉભેલા લોકો તેને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોઇ હલચલ ન થતાં તેને જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટર્સે રવિને મૃત જાહેર કરી દીધો . 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તેના મોત બાદ પંડાલમાં સન્નાટો છવાઇ જાય છે. લોકોનું કહેવું છે કે રવિ એક સારા કલાકાર હતા. તો બીજી તરફ સૂચના મળતાં જ રવિના પરિવારના લોકો પર પહોંચી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના લોકો પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના વ્યક્તિને ઘરે લઇ ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More